News Continuous Bureau | Mumbai
Digital Detox: આજની ઝડપી જીવનશૈલીમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા જીવનનો અગત્યનો ભાગ બની ગયા છે. વધુ સમય સ્ક્રીન પર વિતાવવાથી ચિંતા, તણાવ, ઊંઘની સમસ્યા અને એકલતા જેવી સમસ્યાઓ વધી રહી છે. કેટલાક કેસમાં તો લોકો આત્મહત્યાના વિચારો સુધી પહોંચી જાય છે.એક મનોચિકિત્સક ડોક્ટર ના જણાવ્યા મુજબ ડિજિટલ ડિટોક્સ સીધા આત્મહત્યાના વિચારો દૂર કરે એવું નથી, પણ તે માનસિક સ્વાસ્થ્ય સુધારવામાં ચોક્કસ મદદ કરે છે.
ટેકનોલોજીથી દૂર રહેવું કેમ છે જરૂરી?
ટેકનોલોજીનો વધુ ઉપયોગ તણાવ અને અસુરક્ષા વધારતો હોય છે. જ્યારે વ્યક્તિ ફોનથી દૂર રહે છે ત્યારે તે અસલી દુનિયા સાથે જોડાય છે, સામાજિક સંબંધો મજબૂત થાય છે અને આત્મસન્માન વધે છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ઇચ્છા ઘણીવાર આત્મસંદેહ અને અસુરક્ષા પેદા કરે છે.
ડિજિટલ ડિટોક્સના ફાયદા
- સ્ક્રીનથી દૂર રહેવાથી મન શાંત થાય છે
- તણાવ અને ચિંતા ઘટે છે
- ઊંઘની ગુણવત્તા સુધરે છે
- સમયનું યોગ્ય આયોજન થાય છે
- નેગેટિવ કમેન્ટથી દૂર રહીને આત્મસ્વીકાર વધે છે
આ સમાચાર પણ વાંચો : Early Dinner : જલદી ડિનર કરવાથી મળે છે એક નહીં, અનેક ફાયદા – જાણો કેમ અપનાવવી જોઈએ આ આદત
કેવી રીતે કરો ડિજિટલ ડિટોક્સ?
- દરરોજ થોડો સમય ફોન અને સોશિયલ મીડિયાથી દૂર રહો
- દિવસની શરૂઆત અને સૂતા પહેલા સ્ક્રીનનો ઉપયોગ ટાળો
- ખાલી સમયે યોગ, ધ્યાન, પ્રાણાયામ કરો
- નજીકના લોકો સાથે વાતચીત કરો
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)