News Continuous Bureau | Mumbai
Fitness at Home: આજની દોડધામભરી જિંદગીમાં રોજના 10,000 પગલાં ચાલવું દરેક માટે શક્ય નથી. મીટિંગ્સ, ટ્રાફિક અને થાક વચ્ચે આપણે ફિટ રહેવાનું લક્ષ્ય ભૂલી જઈએ છીએ. પરંતુ ફિટ રહેવા માટે માત્ર ચાલવું જ જરૂરી નથી. કેટલીક સ્માર્ટ અને સરળ કસરતો પણ તમારા શરીરને એક્ટિવ રાખી શકે છે. ચાલો જાણીએ એવી કસરતો વિશે જે 10,000 પગલાં જેટલી અસરકારક છે.
ડેસ્ક સ્ક્વેટ્સ (Desk Squats)
ઓફિસમાં બેઠા બેઠા પણ તમે સ્ક્વેટ્સ કરી શકો છો. તમારી ખુરશી પાસે ઊભા રહીને પગને હિપ્સ જેટલી પહોળાઈએ રાખો અને નીચે ઝુકો, પરંતુ ખુરશીને સ્પર્શ કર્યા વગર. આ કસરત thighs અને core ને મજબૂત બનાવે છે અને તરત ઊર્જા આપે છે
જમ્પિંગ જેક્સ (Jumping Jacks)
જમ્પિંગ જેક્સ એ હૃદયની ધબકારા વધારતી અને શરીરની અકડ દૂર કરતી એક અસરકારક કસરત છે. 30 થી 60 સેકંડ સુધી કરો અને તરત તાજગી અનુભવશો. કોઈ સાધન વગર પણ આ કસરત સરળતાથી કરી શકાય છે.
વોલ પુશ-અપ્સ (Wall Push-Ups)
જગ્યા ઓછી હોય તો દીવાલનો સહારો લો. દીવાલથી એક હાથની દૂર ઊભા રહીને હાથને ખભા ની સમાન્તર પર રાખો અને શરીરને ધીમે ધીમે દીવાલ તરફ ધકેલો. આ હાથ, છાતી અને ખભા માટે ઉત્તમ કસરત છે.
આ સમાચાર પણ વાંચો : Nutrition Month 2025: મહિલા અને બાળ સમિતિના અધ્યક્ષ દરિયાબેનની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત ખાતે પોષણ માહ–૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની ‘પૌષ્ટિક વાનગી સ્પર્ધા’ યોજાઈ
ડાન્સ કરો (Dance)
તમારી મનપસંદ પ્લેલિસ્ટ ચાલુ કરો અને 5 મિનિટ સુધી ડાન્સ કરો. ડાન્સ એ એક પ્રકારનું Cardio છે જે તમારા મૂડને પણ સુધારે છે. મજા અને ફિટનેસ બંને એકસાથે!
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)