News Continuous Bureau | Mumbai
Clove for Oral Health: લવિંગ માત્ર રસોઈમાં વપરાતો મસાલો નથી, પરંતુ દાંતના દુખાવા, પેઢા નો સોજો અને મોઢાની દુર્ગંધ માટે અસરકારક ઘરેલું ઉપાય છે. લવિંગમાં રહેલું યુજેનૉલ બેક્ટેરિયા નાશ કરે છે, સોજો ઘટાડે છે અને દુખાવાને થોડો સમય માટે સુન્ન કરી દે છે. આ કારણે લવિંગને ઓરલ હેલ્થ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
લવિંગના ફાયદા શું છે?
- મોઢાના હાનિકારક બેક્ટેરિયા ઘટાડે છે – લવિંગ પેઢા ના ઈન્ફેક્શન લાવનારા બેક્ટેરિયા નાશ કરે છે.
- દાંતની સડન અટકાવે છે – લવિંગ બેક્ટેરિયાને દાંત પર ચોંટતા અટકાવે છે, જેથી ઈનેમલ મજબૂત રહે.
- દાંતના દુખાવામાં રાહત આપે છે – લવિંગનો સુન્ન કરતો અસર દુખાવો ઘટાડે છે.
લવિંગ કેવી રીતે વાપરવું?
- લવિંગ તેલ (Clove Oil): 2–3 ટીપાં લવિંગ તેલને નાળિયેર અથવા ઓલિવ તેલમાં મિક્સ કરો અને રૂ થી દુખાવાવાળી જગ્યાએ લગાવો.
- લવિંગ મોથવોશ: બજારમાં મળતા લવિંગ આધારિત પ્રોડક્ટ્સ સુરક્ષિત છે.
- ઘરેલું મોથ રિન્સ: થોડા લવિંગને પાણીમાં ઉકાળો અને ઠંડું થયા પછી કોગળા કરો.
આ સમાચાર પણ વાંચો : Winter Water Intake: શિયાળામાં પાણી ઓછું પીનારા ચેતી જજો: તમારા શરીર અને મગજને કેટલું જોખમ છે, અહીં જાણો
સાવધાનીઓ
લવિંગ તેલ ખૂબ જ તીવ્ર હોય છે, તેથી તેને હંમેશા પાતળું કરીને વાપરવું જોઈએ. વધુ માત્રામાં લવિંગ ખાવાથી લિવર પર અસર થઈ શકે છે. WHO મુજબ, શરીરના પ્રતિ કિલો વજન પર રોજ 2.5 mg યુજેનૉલ સુરક્ષિત છે. બાળકોને લવિંગ તેલ ડોક્ટરની સલાહ વગર ન આપવું.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community