News Continuous Bureau | Mumbai
Dark Chocolate and Berries: જો તમે વારંવાર વસ્તુઓ ભૂલી જાઓ છો અથવા તણાવ અનુભવો છો, તો તમારા માટે ખુશખબર છે. તાજેતરના અભ્યાસ મુજબ ડાર્ક ચોકલેટ અને બેરીઝ – જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી – યાદશક્તિ વધારવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ છે. જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આ ખોરાકમાં રહેલા ફ્લેવેનૉલ્સ મગજ માટે અત્યંત ફાયદાકારક છે.
ફ્લેવેનૉલ્સ કેવી રીતે કરે છે કામ?
ફ્લેવેનૉલ્સ કુદરતી સંયોજક છે જે કોકો, ડાર્ક ચોકલેટ અને બેરીઝમાં મળે છે. આ તત્વ મગજમાં ડોપામાઇન અને નૉરએપિનેફ્રિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સને સક્રિય કરે છે, જે મૂડ, ઊર્જા અને યાદશક્તિ સુધારે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રક્રિયા હળવા વ્યાયામ જેવી અસર કરે છે – એટલે કે કસરત કર્યા વગર મગજને ‘મેન્ટલ વર્કઆઉટ’ મળે છે.શોધકોએ 10 અઠવાડિયા સુધી ઉંદરો પર પરીક્ષણ કર્યું. ફ્લેવેનૉલ્સ આપેલા ઉંદરો વધુ સક્રિય હતા, ઝડપથી શીખતા હતા અને તેમની યાદશક્તિમાં સુધારો જોવા મળ્યો. મગજમાં શીખવા અને યાદ રાખવા સાથે જોડાયેલા રસાયણોનું સ્તર પણ વધ્યું
આ સમાચાર પણ વાંચો : Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો
ડાયેટમાં કેવી રીતે ઉમેરવું?
- સવારે ઓટ્સ અથવા યોગર્ટ સાથે બ્લૂબેરી/સ્ટ્રોબેરી ખાઓ
- દિવસમાં ક્યારેક 1-2 ટુકડા ડાર્ક ચોકલેટ લો
- વધારે મીઠી મિલ્ક ચોકલેટથી બચો, કારણ કે તેમાં ફ્લેવેનૉલ્સ ઓછા હોય છે
આ સરળ ફેરફારો યાદશક્તિ સુધારવા અને તણાવ ઘટાડવા માટે અસરકારક છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
