Site icon

Early Dinner : જલદી ડિનર કરવાથી મળે છે એક નહીં, અનેક ફાયદા – જાણો કેમ અપનાવવી જોઈએ આ આદત

Early Dinner : હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ના રિસર્ચ મુજબ મોડું ડિનર હોર્મોન અસંતુલન અને વજન વધારવાનું કારણ બની શકે છે

Early Dinner Offers Multiple Health Benefits, Say Experts

Early Dinner Offers Multiple Health Benefits, Say Experts

News Continuous Bureau | Mumbai

Early Dinner : ભારતમાં રાતે વહેલું ભોજન કરવાનું પરંપરાથી માન્ય રહ્યું છે. હવે વૈજ્ઞાનિક રિસર્ચ પણ આ વાતને સમર્થન આપે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ ની 2022 ના એક રિસર્ચ મુજબ મોડું ડિનર કરવાથી ભૂખના હોર્મોન અસંતુલિત થાય છે, જેના કારણે વધુ ખાધા પછી પણ ભૂખ લાગતી રહે છે અને શરીરમાં ચરબી   વધુ જમા થવા લાગે છે.

Join Our WhatsApp Community

મેટાબોલિઝમ અને વજન પર અસર

જેમ જેમ દિવસનો અંત આવે છે તેમ શરીર નું મેટાબોલિઝમ ધીમું થવા લાગે છે. જો તમે દરરોજ ભોજન કરીને તરત જ સુઈ જાઓ છો તો શરીર વધુ કેલોરી સ્ટોર કરવાનું શરૂ કરે છે. આથી વજન ઝડપથી વધે છે અને પાચનતંત્ર પણ અસંતુલિત થાય છે.

ભોજનનો સમય અને ઊંઘની ગુણવત્તા

મોડું ડિનર કરવાથી માત્ર પાચન નહીં પણ ઊંઘ પર પણ અસર પડે છે. ખાસ કરીને જેમને એસિડ રિફ્લક્સ અથવા પાચન સમસ્યા હોય તેમને માટે મોડું ભોજન ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. ભરેલા પેટે સૂવાથી પેટમાં અસહજતા થાય છે અને ઊંઘ ઊડી જાય છે.

આ સમાચાર પણ વાંચો : 6-6-6 walking trend: વોકિંગનો 6-6-6 ટ્રેન્ડ થયો વાયરલ, ડોક્ટરો કહે છે: વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ માટે અસરકારક

સાચો સમય શું છે ડિનર માટે?

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, સૂતા પહેલા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલા ડિનર કરવું જોઈએ. આથી શરીરને પાચન માટે પૂરતો સમય મળે છે અને રાતે રિપેર પ્રક્રિયા સારી રીતે થાય છે. જો ક્યારેક રેસ્ટોરન્ટમાં મોડું ડિનર થાય તો પોર્શન કંટ્રોલ રાખવો અને થોડીવાર મોડું સૂવું વધુ સારું.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

6-6-6 walking trend: વોકિંગનો 6-6-6 ટ્રેન્ડ થયો વાયરલ, ડોક્ટરો કહે છે: વજન ઘટાડવા અને હાર્ટ હેલ્થ માટે અસરકારક
Breast cancer check at home: હવે તમે પણ ઘર માં કરી શકો છે બ્રેસ્ટ કેન્સર ની તપાસ, ડોકટરો એ બતાવ્યા આવા સરળ ઉપાય
Health Test: શું તમે પણ 30 વર્ષ ના થઇ ગયા છો? તો આ હેલ્થ ટેસ્ટ જરૂર કરાવજો, ડોક્ટરોએ આપી સલાહ
Fatty Liver: જો તમને પણ હાથ પર આવા ફેરફાર દેખાય તો ના કરશો તેની અવગણના, હોઈ શકે છે ફેટી લિવરના પ્રારંભિક સંકેત
Exit mobile version