News Continuous Bureau | Mumbai
શિયાળામાં ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જેમ ઋતુ બદલાય તેમ તેમ જો તેને અનુરૂપ આહાર પણ બદલાતો જાય છે.તેમાંય શિયાળામાં તો શાકભાજીની ભરમાળ જોવા મળે છે. તમે સલાડમાં મૂળા ખાધા જ હશે. મૂળાની ભાજી અને રાયતું પણ ઘણી વખત ખાધું હશે. આ બધું તમે સ્વાદ માટે ખાધું હશે, પણ શું તમે તંદુરસ્તી માટે મૂળાનું સેવન કર્યું છે? શું તમે જાણો છો કે મૂળા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. અહીં મૂળાના સ્વાસ્થ્યવર્ધક ગુણ અંગે જાણકારી આપવામાં આવી છે.
મૂળો આરોગવાથી મળતા ફાયદામાં બ્લડપ્રેશર કંટ્રોલ, હદયરોગથી બચી શકાય, રક્તવાહિનીઓમાં મજબૂતી આપે છે.
આ સમાચાર પણ વાંચો: પાચન થી લઇ ને આ સ્વાસ્થ્ય લાભો નો ભંડાર છે પપૈયા; જાણો તેને ખાવાના અદ્ભુત ફાયદાઓ વિશે
મેટાબોલીઝમ એટલે કે પાચનતંત્રને મજબૂત બનાવી એસીડીટી, ગેસ, ઉબકા ને દૂર કરે છે. સૌથી મહત્વનું કે મૂળા ત્વચા માટે ખૂબ જ લાભદાયી છે.
મૂળાના જ્યુસને પીવાથી ડ્રાય સ્કીનની સમસ્યા દૂર થઈને લીસી ત્વચા મળે છે. કેમ કે તેમાં વિટામીન c અને ફોસ્ફરસ રહેલ છે. જો મૂળા નો રસ વાળમાં નાખવામાં આવે તો વાળને લગતી સમસ્યાઓ માંથી પણ છુટકારો મળે છે.
લાલ મૂળામાં વિટામિન B, A, C, K, B6 આયર્ન, કેલ્શિયમ મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, ફાઇબર જેવા પોષક તત્વો શરીરમાં ઉર્જારૂપી બને છે. તો મૂળો એ ફક્ત સ્વાદિષ્ટ નહિ પરંતુ ગુણકારી પણ છે.