Kesauda benefits: ફાગણ ફોરમ તો આયો… રંગ કેસુડાના લાયો, આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે કેસુડાના ફૂલ.. જાણો ફાયદા..

Kesauda benefits: કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો રંગ ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

by kalpana Verat
Kesauda benefits Health Benefits, Uses In Ayurveda, Dosage, Side Effects

 News Continuous Bureau | Mumbai

Kesauda benefits:

  • કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો રંગ ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક
  • કેસુડાના ફૂલનો પાવડર સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રાહત રહે છે

કેસુડો… તેના સોનેરી-પીળા રંગના તેજ સાથે, હંમેશા સંસ્કૃતિ અને આરોગ્ય બંને પર પ્રકૃતિના શાંત છતાં શક્તિશાળી પ્રભાવનું પ્રતીક રહ્યું છે. હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે ત્યારે કેસુડાને કેવી રીતે ભૂલી શકાય! કેસુડાના ફૂલમાંથી બનાવવામાં આવેલો રંગ ધુળેટીના રંગોત્સવનો ઉત્સાહ તો આપતો જ હોય છે સાથે જ ચર્મ રોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

સુરતના ઉમરપાડા, માંગરોળ, માંડવી, મહુવા તાલુકાના જંગલ વિસ્તારમાં કેસૂડો સોળે કળાએ ખીલે છે. ઉનાળાના ચાર મહિનાની ગરમીથી રક્ષણ માટે કેસુડો ખૂબ જ ઉપયોગી છે. કેસુડાના ફૂલો સૂકવીને પાણીમાં પલાળીને ત્વચા પર લગાવવાથી આકરા તાપમાં પણ ત્વચાને રક્ષણ મળે છે, કેસુડો ઉનાળા દરમિયાન ચામડીના રોગોને દુર રાખવામાં ઉપયોગી નીવડે છે. ગરમીની ઋતુમાં બાળકોને કેસૂડાના પાણીથી સ્નાન કરાવવાથી ગરમીમાંથી મુક્તિ મળે છે.

આ સમાચાર પણ વાંચો :  ચંદ્ર ગ્રહણ 2025: શું ભારતમાં દેખાશે? જાણો સુતક કાળ અને સમય

આપણી સંસ્કૃતિમાં કેસુડાના ઉપયોગ જાણીને તેને ધર્મ સાથે વણી લીધું હતું. કેસુડાના રંગબેરંગી ફૂલો વગરની ધુળેટી અધૂરી માનવામાં આવી હતી. આયુર્વેદની દ્રષ્ટિએ પણ કેસુડાના ફૂલ ખૂબ જ ગુણકારી છે. જો નાના બાળકોને કેસુડાના ફૂલથી સ્નાન કરવામાં આવે તો આ બાળકોની ત્વચા પણ ખૂબ જ સારી રહે છે. તેમજ તેની તંદુરસ્તી પણ ખૂબ જ સારી રહે છે. સાથે જ તેની રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.

ઉપરાંત, કેસુડાના ફૂલનો પાવડર કરીને સાકર સાથે મિલાવીને નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસમાંથી રાહત રહે છે. આંખના રોગો માટે પણ કેસુડાના મૂળનું એક ટીપું નાખવાથી આંખોની બીમારી પણ દૂર થાય છે. થાઇરોઇડના રોગમાં પણ કેસુડો ઉપયોગી છે. કેસુડાના મૂળને તાજા તોડીને તેનો રસ કાઢીને નાગરવેલના પાન સાથે ખાવાથી પાચનશક્તિમાં પણ વૃદ્ધિ થાય છે.
કેસુડો ભૂતકાળ અને વર્તમાન વચ્ચેનો સેતુ છે, પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનું જોડાણ છે, અવશ્ય ઉપયોગ કરશો.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like