News Continuous Bureau | Mumbai
Lymphoma Cancer: લિમ્ફોમા કેન્સર એ રક્ત કેન્સર નો એક પ્રકાર છે, જે લસિકા ગ્રંથિઓ માંથી શરૂ થાય છે. આ ગ્રંથિઓ શરીરના રોગપ્રતિકારક તંત્ર (Immune System)નો મહત્વપૂર્ણ ભાગ છે. જ્યારે આ કોષો અનિયંત્રિત રીતે વધે છે, ત્યારે લિમ્ફોમા કેન્સર વિકસે છે. કેન્સર ડોક્ટર ના જણાવ્યા મુજબ, સમયસર ઓળખ અને યોગ્ય સારવારથી આ બીમારીથી બચી શકાય છે.
ગળામાં લિમ્ફોમા કેન્સરના લક્ષણો
- ગળામાં સતત સોજો
- ગળામાં દુખાવો
- સતત ખાંસી અથવા શ્વાસ લેવામાં મુશ્કેલી
- ગળામાં ગાંઠ જે સામાન્ય રીતે દુખાવાવિહોણી હોય છે
- રાત્રે વધુ પસીનો, થાક, અચાનક વજન ઘટવું
આ લક્ષણો જો લાંબા સમય સુધી રહે, તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
લિમ્ફોમા કેન્સરના પ્રકાર
લિમ્ફોમા બે પ્રકારના હોય છે:
- હોજકિન લિમ્ફોમા (Hodgkin Lymphoma)
- નોન-હોજકિન લિમ્ફોમા (Non-Hodgkin Lymphoma)
બન્ને સ્થિતિમાં સમયસર ઓળખ અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે. શરૂઆતના તબક્કામાં સારવાર વધુ અસરકારક હોય છે.
આ સમાચાર પણ વાંચો : Heart Blockage Symptoms: શું તમારી ધમનીઓમાં પણ છે ખોટો કોલેસ્ટ્રોલ અને પ્લાક ? જાણો હાર્ટ બ્લોકેજ ના લક્ષણો
લિમ્ફોમા કેન્સર ની સારવાર શક્ય છે?
લિમ્ફોમા કેન્સર માટે મુખ્યત્વે નીચેના વિકલ્પો ઉપલબ્ધ છે:
- કીમોથેરાપી (Chemotherapy)
- રેડિયોથેરાપી (Radiotherapy)
- સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ (Stem Cell Transplant)
આજની નવી તબીબી પદ્ધતિઓના કારણે દર્દીઓના સાજા થવાની શક્યતા ઘણી વધી ગઈ છે. દર્દીની ઉંમર, રોગપ્રતિકારક શક્તિ અને બીમારીના તબક્કા પ્રમાણે વ્યક્તિગત સારવાર યોજના બનાવવામાં આવે છે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)