Site icon News Continuous Bureau | Mumbai

Milkshake: મગજ માટે ઝેર સાબિત થઈ શકે છે મિલ્કશેક! વૈજ્ઞાનિકો નો ચેતવણી ભર્યો સંદેશ

Milkshake: હાઈ-ફેટ ફૂડ મગજ સુધીના બ્લડ ફ્લો પર કરે છે અસર, સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવી બીમારીઓનો ખતરો રહે છે.

Milkshake Could Be Toxic for Your Brain, Warn Scientists

Milkshake Could Be Toxic for Your Brain, Warn Scientists

News Continuous Bureau | Mumbai

Milkshake: તમે વિચારતા હશો કે ક્યારેક ક્યારેક મિલ્કશેક પીવાથી શું નુકસાન થઈ શકે? પરંતુ નવા રિસર્ચ મુજબ, એક જ વખતનું હાઈ-ફેટ ભોજન પણ તમારા મગજના બ્લડ ફ્લો પર તાત્કાલિક અસર કરી શકે છે. એક સ્ટડી મુજબ, હાઈ-ફેટ ફૂડ જેવી કે મિલ્કશેક અથવા તળેલો ખોરાક તમારા મગજ સુધીના રક્ત પ્રવાહને ઘટાડે છે, જેનાથી સ્ટ્રોક અને ડિમેન્શિયા જેવી ગંભીર બીમારીઓનો ખતરો વધી શકે છે.

Join Our WhatsApp Channel

રિસર્ચ માં થયો ખુલાસો 

સ્ટડીમાં 18થી 80 વર્ષની વયના પુરુષોને બે જૂથમાં વહેંચી તેમને હાઈ-ફેટ મિલ્કશેક પીવડાવવામાં આવ્યો. આ ડ્રિંકમાં લગભગ 1362 કેલોરી અને 130 ગ્રામ ફેટ હતું. પરિણામે, તેમના મગજ સુધીના બ્લડ ફ્લો અને હાર્ટ બ્લડ વેસલ્સની કાર્યક્ષમતા ઘટી ગઈ. વૃદ્ધોમાં આ અસર 10% વધુ જોવા મળી, જે દર્શાવે છે કે ઉંમર વધે તેમ મગજ વધુ સંવેદનશીલ બને છે.

સેચ્યુરેટેડ ફેટ અને મગજનું આરોગ્ય

સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર ખોરાક માત્ર હૃદય માટે નહીં પણ મગજ માટે પણ જોખમભર્યું છે. ખાસ કરીને વૃદ્ધો માટે, જેમના મગજ પહેલેથી જ ન્યુરોડિજનરેટિવ બીમારીઓના જોખમમાં હોય છે, તેમને આવા ખોરાકથી દૂર રહેવું વધુ જરૂરી છે.

આ સમાચાર પણ વાંચો : Digital Detox: જાણો શું છે ડિજિટલ ડિટોક્સ અને તે કેવી રીતે કરે છે આત્મહત્યાના વિચારો દૂર કરવામાં મદદ

શું કરવું જોઈએ?

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Milk Tea vs Black Tea Health Comparison દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક? જાણો પાચન, વજન અને હૃદય પર થતી અસર
Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Duck Walk Benefits For Weight Loss વજન ઘટાડવું છે? તો રોજ સવારે કરો ‘ડક વૉક’ થોડા દિવસમાં જોવા મળશે ફરક
Exit mobile version