Site icon

જો માઈગ્રેનની સમસ્યા છે, તો રોજ ખાલી પેટે કરો આ ફળનું સેવન.. દુખાવામાં મળશે તરત રાહત.

 News Continuous Bureau | Mumbai

ખરાબ જીવનશૈલી અને તણાવપૂર્ણ દિનચર્યાના કારણે આજકાલ માઈગ્રેન (Migraine) ની સમસ્યા સામાન્ય બની ગઈ છે. માઈગ્રેન એક એવી સમસ્યા છે, જેમાં વ્યક્તિને લાંબા સમય સુધી માથાનો દુખાવો (headache), ચક્કર આવવા અને ઉબકા આવવા જેવી સમસ્યા રહે છે. માઈગ્રેનમાં માથાનો દુખાવો વિવિધ પ્રકારના હોય છે. આમાં માત્ર એક તરફ માથામાં દુખાવો થાય છે અને આ દુખાવો એટલો ભયંકર હોય છે કે વ્યક્તિ પરેશાન થઈ જાય છે. આવી સ્થિતિમાં, તે ડોક્ટરની સલાહથી સારવાર અને દવાઓ કરે છે, પરંતુ દવાઓ પર વધુ પડતો આધાર રાખવો યોગ્ય નથી. કેટલીકવાર કેટલાક ઘરેલું ઉપચાર પણ આપણને આ સમસ્યાથી છુટકારો અપાવી શકે છે. આ સિવાય એક એવું ફળ પણ છે, જેનું રોજ સવારે સેવન કરવાથી આ સમસ્યા તરત જ દૂર થઈ જાય છે.

Join Our WhatsApp Community

વાસ્તવમાં, ડૉક્ટર પણ સલાહ આપે છે કે માઇગ્રેનના દર્દીને દરરોજ સવારે ખાલી પેટે માત્ર એક સફરજનનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે. સફરજનના સેવનથી તમે માઈગ્રેનના દુખાવાથી છુટકારો મેળવી શકો છો. સફરજનમાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે અને તે માઈગ્રેનને કારણે આંખ માં થતી દ્રષ્ટિ ની સમસ્યા ને દૂર કરવામાં મદદ કરે છે અને આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : વાહ, શું વાત છે! હવે ગેસના સિલિન્ડર પણ થયા ‘સ્માર્ટ’, સ્કેન કરતાં તરત જ મળી જશે આ જાણકારી.. જાણો શું છે સરકારનો પ્લાન 

એવું કહેવાય છે કે માઈગ્રેનના દર્દીએ સફરજનનું સેવન કરવા માટે તેને રાત્રે ચાંદનીમાં કાપીને સવારે ખાલી પેટે તેનું સેવન કરવું જોઈએ. દરરોજ માત્ર એક સફરજન ખાવાથી તમને રાહત મળશે.સફરજનનો રસ પણ ફાયદાકારક છે. સફરજનનો રસ સામાન્ય માથાનો દુખાવો અને ચક્કર જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તેનું સેવન કરવા માટે તમારે કાળા મરી પાવડર અને કાળું મીઠું નાખીને પીવું જોઈએ.

 

Matsyasan Yoga Pose: મત્સ્યાસન આસન એક, લાભ અનેક, બેલી ફેટ ઘટાડવા અને અસ્થમા ના દર્દીઓ માટે લાભદાયક છે આ આસન
Healthy Diet Tips: ભૂલથી પણ સવારે ખાલી પેટે ન ખાશો આ ૫ ડ્રાયફ્રૂટ્સ, ફાયદાને બદલે થઈ શકે છે નુકસાન
Dengue Alert: ડેન્ગ્યુના દર્દીઓ માટે પેનકિલર દવા લેવી બની શકે છે ગંભીર સ્થિતિનું કારણ
Diabetes Drug: ડાયાબિટીસની દવા હવે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક, જાણો રિસર્ચ માં શું થયો ખુલાસો
Exit mobile version