Site icon

Social Media Impact: સોશિયલ મિડીયાના વધુ પડતા ઉપયોગથી કિશોરોની ઉંઘની પેર્ટન પર માઠી અસર પડે છેઃ રિપોર્ટ.. જાણો વિગતે..

Social Media Impact: યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોના પેડિયાટ્રિક્સના એસોસિયેટ પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક જેસન નાગાટા, એમડીએ જણાવ્યું હતું કે, કિશોરોને પૂરતી ઊંઘ મળે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમની શારીરિક અને માનસિક વૃદ્ધિ અને વિકાસને ટેકો આપે છે

Social Media Impact Excessive use of social media has a negative impact on the sleep pattern of teenagers report..

Social Media Impact Excessive use of social media has a negative impact on the sleep pattern of teenagers report..

News Continuous Bureau | Mumbai

Social Media Impact: તાજેતરના એક અભ્યાસમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયા ( Social Media ) કઈ રીતે યુવાનોમાં મેન્ટલ હેલ્થ અને તેમની ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. તેમજ સોશિયલ મિડીયાની કેટલી માઠી અસર થઈ શકે છે. તે આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું.  ધ લાન્સેટ ચાઈલ્ડ એન્ડ એડોલેસન્ટ હેલ્થ ( The Lancet Child and Adolescent Health ) નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચના સહ-લેખક રસેલ વિનરે યુવાનોને તેમના સોશિયલ મિડીયાના ઉધુ પડતા ઉપયોગ માટે ચેતવણીનું લેબલ જાહેર કર્યું હતું. 

Join Our WhatsApp Community

યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સાન ફ્રાન્સિસ્કોના પેડિયાટ્રિક્સના એસોસિયેટ પ્રોફેસર અને અભ્યાસના મુખ્ય લેખક જેસન નાગાટા, એમડીએ જણાવ્યું હતું કે, કિશોરોને પૂરતી ઊંઘ મળે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમની શારીરિક અને માનસિક ( Mental Health ) વૃદ્ધિ અને વિકાસને ટેકો આપે છે.

અમારા સંશોધનમાં જાણવા મળ્યું છે કે ફોન સાયલન્ટ મોડ હોવા છતાં નોટિફિકેશન ચાલુ રાખવાથી ફોનને સંપૂર્ણપણે બંધ કરવા અથવા તેને બેડરૂમની બહાર રાખવાની સરખામણીમાં ઓછી ઊંઘ આવે છે.

Social Media Impact: આમાં સંશોધકોએ 11 થી 12 વર્ષની વયના 9,398 કિશોરોના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું….

આમાં સંશોધકોએ 11 થી 12 વર્ષની વયના 9,398 કિશોરોના ( teenagers ) ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેઓ કિશોરવયના મગજના જ્ઞાનાત્મક વિકાસનો અભ્યાસનો ભાગ હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં બાળ વિકાસ અને બાળ આરોગ્યનો આ સૌથી મોટો લાંબા ગાળાનો અભ્યાસ છે. આ અભ્યાસ માટે 2018 થી 2021 સુધીના ડેટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અભ્યાસ માટે, સંશોધકોએ કિશોરો અને તેમના માતાપિતાને તેમની ઊંઘની આદતો વિશેના પ્રશ્નોના જવાબ આપવા કહ્યું અને યુવાનોને સૂવાના સમયે તેમની સ્ક્રીન અને સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે પૂછવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Budget 2024: રિયલ એસ્ટેટ રોકાણકારોને મોટો ફટકો, હવે પ્રોપર્ટી વેચવા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે, બજેટમાં થયો આ મોટો ફેરફાર.. જાણો વિગતે…

અભ્યાસમાં બહાર આવ્યું છે કે સોશિયલ મિડીયાની વધુ પડતી આદત ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે. 

સર્જનના જણાવ્યા અનુસાર સગીરો તેમના ફોન પર મળતી સૂચનાઓ અને નોટીફેકેશનને લઈને અત્યંત સંવેદનશીલ હોઈ શકે છે, તેથી ઘણીવાર તેઓ જ્યારે ફોનનો નોટીફેશન આવ્યાનું સાંભળે છે કે તરત જ જાગી જાય છે. જો ફોન સાયલન્ટ અથવા વાઇબ્રેટ પણ ચાલુ હોય તો પણ બાળકો  તેને આખી રાત તેને શું આવ્યું નવું તે જોવામાં સમય વેડફી શકે છે અને જો એકવાર તેઓ ફોન સ્ક્રીન પર ફરી ગોઠવાય ગયા તો આખી રાત જાગી શકે છે.

 Social Media Impact: સોશિયલ મીડિયાના માપસર ઉપયોગથી કોઈ ખાસ અસર નથી પડતી..

સોશિયલ મીડિયાના માપસર ઉપયોગથી કોઈ ખાસ અસર નથી પડતી, પરંતુ તેનો સતત અને વધારે પડતો ઉપયોગ આપણી ઊંઘ અને કસરત જેવી રોજિંદી પ્રવૃત્તિઓ પર ગંભીર રીતે અસર કરે છે. તો બીજી તરફ કાચી ઉંમરના બાળકો અયોગ્ય કન્ટેંટ અને સાઈબર બુલિઈંગનો ભોગ બને છે. આમાં છોકરીઓમાં સાઈબર બુલિઈંગના સૌથી વધુ કેસ નોંધાયા છે. 

આ રિસર્ચમાં ઓછી ઊંઘ અને સાઈબર બુલિઈંગના કારણે 60 ટકા છોકરીઓમાં મેન્ટલ પ્રોબ્લેમ્સ જોવા મળ્યા હતા. જ્યારે છોકરાઓમાં આ પ્રમાણ 12 ટકા જેટલું  જોવા મળ્યું હતું. આ મોટા તફાવતથી નિષ્ણાતો એવા નિષ્કર્ષ પર આવ્યા કે, સોશિયલ મીડિયાના વધુ ઉપયોગની માઠી અસર છોકરા કરતાં છોકરીઓ પર વધારે થાય છે. જો કે,  સારી ઊંઘ અને કસરત કરવાથી તથા સોશિયલ મીડિયાના ઉપયોગ પર કાપ મૂકવાથી આ સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ પ્રક્રિયાને સમજવી અને યુવાનોને તેમના સોશિયલ મીડિયાના ઉપયોગમાં ટેકો આપવા માટે હાજર રહેવું મહત્વપૂર્ણ છે.

આ માટે તમારે તમારા રુમની બહાર ટીવી સ્ક્રીન રાખો. બેડરૂમમાં ટીવી સેટ અથવા ઈન્ટરનેટ-કનેક્ટેડ ડિવાઈસ રાખવાથી તમારી ઉંઘ પર તેની અસર થઈ શકે છે. સૂતા સમયે ફોન બંધ કરો. ફોનની ચાલુ રાખવાથી અથવા નોટીફિકેશ ચાલુ રાખવાથી તથા સાયલન્ટ અથવા વાઇબ્રેટમાં મોડ પર ફોન રાખવાથી તમારુ ધ્યાન સતત મોબાઈલ તરફ જ રહેશે. જેથી તમારી ઉંઘનો સમય ઓછો થઈ જશે. તેથી ફોનને બંધ કરો અથવા તમારાથી દૂર જગ્યાએ તેને રાખો.  

Social Media Impact: સૂતા પહેલા સોશિયલ મીડિયા અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરશો નહીં…

સૂતા પહેલા સોશિયલ મીડિયા અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરશો નહીં. સોશ્યિલ મીડિયાનો ઉપયોગ કરવો, ઇન્ટરનેટ પર ચેટિંગ કરવું, વિડિયો ગેમ્સ રમવું, ઇન્ટરનેટ બ્રાઉઝ કરવું અને સૂતા પહેલા પથારીમાં સૂતી વખતે મૂવી, વીડિયો અથવા ટીવી શો જોવું કે સ્ટ્રીમ કરવું એ બધું ઓછી ઊંઘ સાથે સંકળાયેલું છે.

આ સમાચાર પણ વાંચો :  Postal Department : ટપાલ વિભાગની પહેલઃ શ્રાવણ મહિનામાં ઘરે બેસીને મેળવો શ્રી સોમનાથ આદિ જ્યોતિર્લિંગ મંદિરનો પ્રસાદ સ્પીડ પોસ્ટ દ્વારા

જો તમે રાત્રે જાગી રહ્યા છો તો ઓ છો, તો તમારા ફોનનો ઉપયોગ કરશો નહીં અથવા સોશિયલ મીડિયા પર જશો નહીં. કારણ કે જો તમે એકવાર સોશિયલ મિડીયા સાથે જોડાયા તો તમે આખી રાત જાગી શકો છો. જે તમારી ઉંઘમાં ખલેલ પહોંચાડી શકે છે.

 

Donald Trump Tariffs: મોંઘવારીથી મુક્તિ! ટ્રમ્પે ઘણી વસ્તુઓ પર ટેરિફ ઘટાડ્યા, હવે સસ્તી થઈ જશે આ ઘરવખરીની વસ્તુઓ
H-1B Visa: નિયમો બદલાયા: H-1B વિઝા ધારકોને અમેરિકામાં કાયમી રહેવું મુશ્કેલ! જાણો ટ્રમ્પ પ્રશાસન નો આ શું છે નવો પ્લાનિંગ?
US Shutdown: ટ્રમ્પનો ઝડપી નિર્ણય: શટડાઉન સમાપ્ત કરવા સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે તરત જ કાયદા પર કરી દીધી સહી
Sweet Potato in Winter: શક્કરિયાં ખાવાની સાચી રીત: શિયાળાનું આ ‘સુપરફૂડ’ શરીરને આપશે ગજબની તાકાત, જાણો અઢળક ફાયદા!
Exit mobile version