News Continuous Bureau | Mumbai
Stroke Risk : મેનોપોઝ એ દરેક મહિલાની જિંદગીનો કુદરતી તબક્કો છે, પણ આ તબક્કા પછી આરોગ્ય સંબંધિત જોખમો વધી જાય છે. તાજેતરના CDC અને WHOના અહેવાલ મુજબ, 55 થી 75 વર્ષની વચ્ચે દરેક પાંચમાંથી એક મહિલાને સ્ટ્રોક થવાની શક્યતા હોય છે. ખાસ કરીને 40 વર્ષની ઉંમર પહેલાં મેનોપોઝ થનાર મહિલાઓમાં આ જોખમ 1.6 ગણું વધુ હોય છે.
મેનોપોઝ પછી સ્ટ્રોકના 5 મુખ્ય કારણો
- એસ્ટ્રોજનનું ઘટવું – એસ્ટ્રોજન હોર્મોન હૃદય અને રક્તવાહિનીઓને સુરક્ષિત રાખે છે. મેનોપોઝ પછી એના સ્તર ઘટે છે, જેના કારણે બ્લડ પ્રેશર વધે છે અને ધમનીઓ સખત થાય છે.
- કોલેસ્ટ્રોલમાં ફેરફાર – ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) વધે છે અને સારો કોલેસ્ટ્રોલ (HDL) ઘટે છે, જેના કારણે ધમનીઓમાં બ્લોકેજ થાય છે.
- શરીરમાં સોજો વધવો – હોર્મોનલ ફેરફારથી શરીરમાં ઇન્ફ્લેમેશન વધે છે.
- વજન અને બ્લડ શુગર વધવો – પેટ આસપાસ ચરબી વધે છે, જે ડાયાબિટીસ અને ઇન્સુલિન રેઝિસ્ટન્સ તરફ દોરી જાય છે.
- હાઈ બ્લડ પ્રેશર – એસ્ટ્રોજનની અછત RAAS સિસ્ટમને સક્રિય કરે છે, જે સોડિયમ રિટેન્શન અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે.
મહિલાઓમાં સ્ટ્રોકના ચિહ્નો, જે અવગણાય છે
- ચહેરા, હાથ કે પગમાં અચાનક કમજોરી અથવા સુનપન
- બોલવામાં કે સમજવામાં તકલીફ
- ચાલવામાં અસ્થિરતા, ચક્કર આવવું
- અચાનક ધૂંધળું દેખાવું
- કોઈ કારણ વગર અચાનક અને તીવ્ર માથાનો દુખાવો
આ સમાચાર પણ વાંચો : Dark Chocolate and Berries: ડાર્ક ચોકલેટ અને બેરીઝથી વધશે યાદશક્તિ, સ્ટ્રેસ પણ થશે ઓછો – સ્ટડીમાં થયો ખુલાસો
મેનોપોઝ પછી સ્ટ્રોકથી બચવા માટે શું કરવું?
- નિયમિત વ્યાયામ કરો
- હેલ્ધી ડાયેટ લો (ફળ, શાકભાજી, ઓમેગા-3)
- બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું નિયમન કરો
- ધૂમ્રપાન અને વધુ દારૂથી દૂર રહો
- તણાવથી બચો અને સારી ઊંઘ લો
- નિયમિત હેલ્થ ચેકઅપ કરાવો
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)