News Continuous Bureau | Mumbai
Tea Side Effects: આયુર્વેદ એક્સપર્ટ અનુસાર, નિયમિત રીતે ચા પીતા લોકોમાં ગેસ, એસિડિટી અને લાંબા ગાળે આર્થરાઇટિસ જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. ચા પીવાનો શોખ જો અતિશય હોય તો તે શરીર માટે “મીઠું ઝેર” સાબિત થઈ શકે છે.
દૂધ અને ઘીનું ઉદાહરણ: ચા કેવી રીતે પોષક તત્વ નષ્ટ કરે છે
આયુર્વેદ એક્સપર્ટ અનુસાર જ્યારે દૂધમાંથી ઘી કાઢવામાં આવે છે, ત્યારે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ જ્યારે એ જ દૂધમાં ચા પત્તી ઉકાળવામાં આવે છે, ત્યારે ઘી ની ક્ષમતા નષ્ટ થઈ જાય છે. આ ઉદાહરણથી તે ચા ને પોષણ નષ્ટ કરનાર મીઠું ઝેર ગણાવે છે.
ચા પીવાથી થતી તકલીફો
- અર્થરાઇટિસ (Arthritis): નિયમિત ચા પીવાથી 10 વર્ષમાં સાંધાઓની બીમારી થવાની શક્યતા.
- હાર્ટ રેટ વધે છે: ચા માં રહેલા કેફીન (Caffeine) હૃદયની ધબકારા અને બ્લડ પ્રેશર વધારી શકે છે.
- એસિડિટી અને પોષક તત્વોની અછત: ચા માં રહેલા ટેનિન (Tannin) અને કેફીન પેટમાં એસિડ વધારતા હોય છે, જે પાચન તંત્રને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત, આયર્ન જેવા પોષક તત્વોના શોષણમાં અવરોધ આવે છે.
આ સમાચાર પણ વાંચો : Brown vs White Eggs: સફેદ ઈંડુ કે બ્રાઉન ઈંડુ? ક્યુ છે બેસ્ટ અને શેમાં છે વધુ પ્રોટીન અને પોષણ
સાવચેતી અને વિકલ્પ
- ખાલી પેટ ચા ન પીવો
- ચા ની જગ્યાએ હર્બલ ટી (Herbal Tea) અથવા ગરમ પાણી પસંદ કરો
- ચા પીવાની સંખ્યા ઘટાડો – દિવસમાં 1-2 કપ પૂરતી છે
- સંતુલિત આહાર અને નિયમિત વ્યાયામ અપનાવો
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
Join Our WhatsApp Community