Health Tips : ભૂખ્યા પેટે ક્યારે પણ ન કરો આ 4 કામ, નહીંતર સ્વાસ્થ્ય બગાડવા માટે તમે પોતે હશો જવાબદાર

Things You Should Never Do With Empty Stomach

News Continuous Bureau | Mumbai

Health Tips : સવારે ઉઠ્યા પછી મોર્નિંગ રૂટીન હેલ્ધી હોવું ખૂબ જ જરૂરી છે નહીંતર આપણા પર તેની ખરાબ અસર પડી શકે છે. આવા સમયે તમે શું ફિલ કરી રહ્યા છો, કઈ લાઈફસ્ટાઈલ અપનાવી રહ્યા છો અને શું ખાઈ રહ્યા છો, આ બાબતનો ફરક આપણી આપણી ઓવરઓલ હેલ્થ પર જરૂર પડે છે. તેથી દિવસની શરૂઆત યોગ્ય રીતે કરો. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટે શું ન કરવું જોઈએ.

Health Tips :  ખાલી પેટ ન કરવું જોઈએ આ કામ

1. ગુસ્સો ન કરો

સવારે ઉઠ્યા પછી તમારો મૂડ પોઝિટિવ રાખો, કેટલાક લોકોને સવારે ઉઠવું ખૂબ જ આળસભર્યું કામ લાગે છે અથવા તો એલાર્મ વગાડીને ઓફિસ જવાનો વિચારથી જ તેમને ગુસ્સે આવવા લાગે છે. જો તમે મગજને કૂલ નહીં રાખો તો બ્લડ પ્રેશર વધી જશે, જેના કારણે હ્રદય રોગનો ખતરો વધી જાય છે.

2. ચા- કોફી ન પીવો

માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરના લોકોને સવારે ઉઠ્યા પછી ચા કે કોફી પીવાની આદત છે. તેમના દિવસની શરૂઆત તેના વિના નથી થતી, પરંતુ ખાલી પેટ આમ કરવું સ્વાસ્થ્ય માટે સારું નથી કારણ કે તેનાથી કબજિયાત અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો:  Fitness Tips: શિયાળામાં જીમમાં જવા માટે ખૂબ આળસુ છો? રોજ કરો આ પ્રવૃત્તિઓ,શરીર રહેશે મલાઈકા અરોરાની જેમ ફિટ

3. ચ્વિંગમ ન ચબાવો

કેટલાક લોકોને ચ્યુઇંગ ગમની લત હોય છે, તેઓ સવારે ઉઠ્યા પછી પણ આ કામ કરવાનું શરૂ કરી દે છે. તેના બે ગેરફાયદા છે, પહેલું એ છે કે મોટાભાગના ચ્યુઇંગ ગમ મીઠા હોય છે જે સુગર લેવલ વધારી શકે છે. બીજું ચાવવા પછી પેટમાં પાચક એસિડ્સ નીકળે છે અને ખાલી પેટને કારણે એસિડિટી થાય છે.

4. દારૂ ન પીવો

સવાર હોય કે રાત, જો તમે ખાલી પેટે આલ્કોહોલનું સેવન કરો છો, તો તે તમારા બ્લડ સ્ટ્રીમમાં પ્રવેશ કરી શકે છે અને પછી શરીરમાં ઝડપથી ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં આપણા પલ્સ રેટમાં ઘટાડો થવા લાગે છે, આ સિવાય ફેફસાં, લીવર, મગજ અને કિડનીને નુકસાન થઈ શકે છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *