1.8K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે નેશનલ એપિલેપ્સી ડે (National Epilepsy Day) છે. આ બીમારીને સામાન્ય ભાષણોની ભાષામાં વાઈ કહેવામાં આવે છે. વાઈ પ્રતિ જાગરુકતા ફેલાવવા માટે દર વર્ષે 17 નવેમ્બરે રાષ્ટ્રીય એપિલેપ્સી ડે મનાવવામાં આવે છે. આવો જાણીએ, આ રોગ વિશે અને તેના લક્ષણો અને બચવાના ઉપાયો વિશે…
શું છે વાઈ ?
વાઈ એ એક પ્રકારની ન્યુરોલોજિકલ તકલીફ(Neurological dysfunction) છે જે મગજમાંથી ઉદ્દભવે છે. એમ થવા પર દર્દીને સ્ટ્રોક આવે છે. જેના કારણે તેનું માનસિક સંતુલન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. ઘણી વખત તો તેના કારણે દર્દીને ઘણી મુશ્કેલીઓ આવે છે. ચહેરા, હાથ અથવા પગ પર વાઈ(Epilepsy)નો અનુભવ થાય છે.
વાઈના લક્ષણો:
- વાઈના સામાન્ય લક્ષણો(epilepsy symptoms)માં બેભાન થવું,
- ચક્કર ખાીને પડી જવું,
- હાથ અને પગમાં ઝાટકો લાગવો વગેરે જોવા મળે.
- વાઈનો સ્ટ્રોક (stroke of epilepsy)આવવા પર દર્દીની આંખોની આગળ અંધારા આવવા લાગે છે,
- મોં માંથી ફીણ નીકળવા લાગે છે.
- શરીર જકડાઈ જાય છે.
- ઘણી વખત વિચિત્ર રીતે માનસિક સંતુલન (mental balance)ખોરવાઈ જતા દર્દી પોતાના દાંતથી જ પોતાના હોઠ કે જીભ પણ કાપી નાખે છે.
આ રીતે કરો બચાવ:
- ડૉક્ટર દ્વારા સૂચવવામાં આવેલી દવા સમયસર અને નિયમિત લો
- હેલ્દી લાઇફસ્ટાઇલ (Healthy Lifestyle) અપનાવો
- પૂરતી ઊંઘ લેવી જરૂરી છે
- નિયમિત કસરત કરવી જરૂરી છે
- તણાવ અને ચિંતા ઓછી કરો
- સંતુલિત આહાર લો
- દારૂ અને ડ્રગ્સથી દૂર રહો
- દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો
આ સમાચાર પણ વાંચોઃ WhatsApp પ્રાઇવસી ચેકઅપ શું છે? તમારા વોટ્સએપને વધુ સુરક્ષિત બનાવવા માટે તમે કરો આ ફેરફાર- વાંચો વિગત