1.9K
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
World Vegan Day: મોટાભાગનાં લોકો આ ડાયટને શાકાહારી માનતા હોય છે, પરંતુ આ થોડુ અલગ છે. આ ડાયટમાં શાકાહાર તો ફોલો થાય જ છે પરંતુ આ સાથે જ અનેક ડેરી પ્રોડક્ટ્સ ખાવાની પણ મનાઇ હોય છે. 01 નવેમ્બરના રોજ વર્લ્ડ વીગન ડેના રૂપમાં મનાવવામાં આવે છે. આ ડાયટની શરૂઆત 1994માં યુકે વીગન સોસાયટીના અધ્યક્ષ દ્રારા કરવામાં આવી હતી. વીગન ડે(World Vegan Day) મનાવવા અને વીગન ડાયટ(vegan diet)ને ફોલો કરવાનો મુખ્ય ઉદેશ્ય શારાહારના મહત્વને વધારવા અને લોકોને આ ડાયટ પ્રત્યે જાગરુક કરવા માટે છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં..
વીગન ડાયટમાં શું ખાવામાં આવતુ નથી?
આજે દુનિયાભરના સેલેબ્સ (Vegan Celebrities) વીગન ડાયટ ફોલો કરતા હોય છે. આ ડાયટમાં લીલા શાકભાજી, ફળ અને નટ્સ શામેલ થાય છે. આ સાથે જ દૂધ, દહીં, પનીર, ખોયા, બટર તેમજ મધ પણ ખાવામાં આવતું નથી, કારણકે આ બધી જ વસ્તુઓ પશુઓમાંથી મળે છે. ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં આ ડાયટને સૌથી સારામાં સારું માનવામાં આવે છે.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને ડાયટિશીયન (Dietician)પણ વીગન ડાયટને સ્વાસ્થ્ય માટે સારું માને છે. વીગન ડાયટ શરીરને ફીટ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે આ પાછળ એક કારણ છે કે દુનિયાભરના સેલેબ્સ વીગન ડાયટને ફોલો કરી રહ્યા છે. તમારે ઘણાં બધા ભારતીય અને હોલિવૂડ સેલેબ્સ વિશે એ જાણવું જોઇએ જે લોકો સંપૂર્ણ રીતે વીગન ડાયટ ફોલો કરે છે.
વર્લ્ડ વીગન ડેનું મહત્વ
સુઆયોજિત શાકાહારી ડાયટ(Vegetarian Diet)ને બાળપણથી ગર્ભાવસ્થા સુધી જીવનના તમામ તબક્કાઓ માટે આરોગ્યપ્રદ ગણવામાં આવે છે. તેથી વર્લ્ડ વીગન ડે પર, લોકોને શાકાહારીના ફાયદાઓ અને પર્યાવરણ માટે તે કેવી રીતે ટકાઉ અભિગમ છે તે વિશે જાગૃત કરવામાં આવે છે.
આ સ્ટાર્સ ફોલો કરે છે વીગન
ભારતીય ક્રિકેટ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ વીગન ડાયટને ફોલો કરે છે. આ કપલને વીગન ડાયટના બ્રાન્ડ એમ્બેસડર પણ કહી શકાય છે. કોઇ પણ ખેલાડી માટે દૂધ, દહીં, ઇંડા અને નોનવેજને જરૂરી માનવામાં આવે છે, પરંતુ વિરાટે આ વિરાટે આ વાતને ખોટી સાબિત કરીને બતાવી છે.
વીગન ડાયટ ફોલો કરતા પણ આ કપલ સૌથી ફીટ છે. સોશિયલ મિડીયા પર વિડીયો શેર કરતા આ જાણકારી આપી છે. કપલે આ વિશે જણાવે છે કે એમને માંસાહર ભોજનને સંપૂર્ણ રીતે છોડી દીધું છે. આ સાથે જ તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા, આર.માધવન, લીસા હેડન સાથેના અનેક સેલેબ્સ આ ડાયટ ફોલો કરતા હોય છે.