Site icon

Puffy Face Reason:સાવધાન! જો સવારે ચહેરો ફૂલેલો લાગે તો કિડની ચેક કરાવો, આ ચેતવણીને નજરઅંદાજ ન કરો.

Puffy Face Reason:આંખોની આસપાસનો સોજો કિડનીની નબળાઈનો હોઈ શકે છે ઈશારો; જાણો શું છે 'પેરિઓર્બિટલ પફીનેસ' અને તેનાથી બચવાના ઉપાયો.

Waking Up with a Puffy Face? It Could Be an Early Sign of Kidney Issues; Experts Warn Not to Ignore Morning Swelling.

Waking Up with a Puffy Face? It Could Be an Early Sign of Kidney Issues; Experts Warn Not to Ignore Morning Swelling.

News Continuous Bureau | Mumbai
Puffy Face Reason:ઘણીવાર સવારે ઉઠતી વખતે આપણને ચહેરો અથવા આંખોની આસપાસ સોજો અનુભવાય છે. સામાન્ય રીતે આપણે તેને ઊંઘની કમી કે થાક માનીને અવગણીએ છીએ. જોકે, સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો આ સમસ્યા લાંબા સમય સુધી રહેતી હોય, તો તે કિડનીની બીમારીનો પ્રારંભિક સંકેત હોઈ શકે છે. હેલ્થ(Health) એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર, કિડનીની કાર્યક્ષમતામાં ઘટાડો થવાથી શરીરના અન્ય અંગો પર પણ તેની અસર જોવા મળે છે. જ્યારે કિડની(Kidney) નબળી પડે છે, ત્યારે તે પેશાબ દ્વારા ‘એલ્બ્યુમિન’ નામનું પ્રોટીન બહાર કાઢવાનું શરૂ કરે છે. આ પ્રોટીન લોહીની નળીઓમાં પ્રવાહી જાળવી રાખવાનું કામ કરે છે. કિડનીના ફિલ્ટર ક્ષતિગ્રસ્ત થવાથી શરીરમાં પ્રોટીનની ઉણપ સર્જાય છે અને પ્રવાહી નરમ પેશીઓમાં, ખાસ કરીને આંખોની આસપાસ જમા થવા લાગે છે. આ સ્થિતિને તબીબી ભાષામાં ‘પેરિઓર્બિટલ પફીનેસ'(Periorbital Puffiness Symptoms) કહેવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: Shocker in Mumbai:મુંબઈ: વરસોવામાં યુવતી પર પાશવી હુમલો, જાહેરમાં વાળ કાપી વીડિયો વાયરલ કરવાની ધમકી.

Join Our WhatsApp Community

શા માટે સોજો માત્ર સવારે જ વધુ દેખાય છે?

જ્યારે તમે સીધા સૂતા હોવ છો, ત્યારે ગુરુત્વાકર્ષણને કારણે શરીરનું પ્રવાહી આંખોની આસપાસની નરમ પેશીઓમાં જમા થાય છે. જોકે, દિવસ દરમિયાન જ્યારે તમે હલનચલન શરૂ કરો છો, ત્યારે આ પ્રવાહી નીચે ઉતરીને પગ કે પંજામાં પહોંચી જાય છે, જેના કારણે દિવસ વધતા ચહેરાનો સોજો ઓછો થવા લાગે છે.

કિડનીની સમસ્યાના અન્ય ચેતવણીરૂપ લક્ષણો

ચહેરા પર સોજા સિવાય જો તમને નીચે મુજબના લક્ષણો દેખાય, તો સાવધાન રહેવાની જરૂર છે:
પેશાબમાં ફીણ આવવું (પ્રોટીન લીક થવાને કારણે).
ઘૂંટી અથવા પંજામાં સોજો આવવો.
વધુ પડતો થાક લાગવો અને નબળાઈ અનુભવવી.
બ્લડ પ્રેશરમાં(blood pressure) અચાનક વધારો થવો.

કોણે વધુ સાવધ રહેવું જોઈએ?

જો તમે ડાયાબિટીસના દર્દી હોવ, હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેતી હોય અથવા પરિવારમાં કોઈને કિડનીની બીમારીનો ઈતિહાસ હોય, તો સવારે આવતા સોજાને ગંભીરતાથી લેવો જોઈએ. આ ઉપરાંત મીઠાવાળી વસ્તુઓનું વધુ સેવન, ડિહાઈડ્રેશન અને એલર્જી પણ આ સમસ્યાને વધારી શકે છે.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. કોઈપણ ઘરગથ્થુ ઉપચાર કે ડાયટમાં ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ફેમિલી ડોક્ટર અથવા કિડની સ્પેશિયાલિસ્ટ ની સલાહ જરૂર લો.

Paneer vs Tofu:વેઈટ લોસ માટે પનીર કે ટોફુ? ડાયટ પ્લાન બદલતા પહેલા આ સરખામણી જરૂર વાંચો.
Amla and Mishri Benefits: રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે બેસ્ટ છે આમળા અને સાકર; ડાયાબિટીસથી લઈને હૃદય સુધીના રોગોમાં આપે છે રાહત.
Sprouted Moong Benefits: સવારે ખાલી પેટે ફણગાવેલા મગ ખાવાના ફાયદા જાણી ચોંકી જશો, ડાયાબિટીસથી લઈ વજન ઘટાડવા સુધી છે રામબાણ ઈલાજ.
Body Detox via Feet: મોંઘી ટ્રીટમેન્ટની જરૂર નથી! માત્ર ગરમ પાણી અને આ સામાન્ય વસ્તુઓથી શરીરને કરો ડિટોક્સ; પગના સોજા અને થાક મટાડવાનો અદ્ભુત ઈલાજ
Exit mobile version