News Continuous Bureau | Mumbai
આવતીકાલે 19 એપ્રિલે વર્લ્ડ લિવર ડે છે ત્યારે હાર્ટએટેકેટના અનેક બનાવો બની રહ્યા છે. જે ખરા અર્થમાં ખૂબ મોટો ચિંતાનો વિષય છે. ગુજરાતમાં 3 વર્ષમાં લીવર ફેલ્યોરના કેસમાં 3 ગણો વધારો નોંધાયો છે.
તેમાં પણ ખાસ કરીને યુવાનોમાં કોરોના બાદ લિવરને લગતી કેટલીક સમસ્યા વધુ સામે આવી રહી છે. લિવરને લગતા કેન્સર તેમજ લાઈફ સ્ટાઈલના કારણે ફેટી લિવરના દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. જેથી આ બાબતે અવેર રહેવું જરુરી છે.
આજ કાલ અનહેલ્ધી લાઈફ સ્ટાઈલ લોકોની વધી ગઈ છે જેથી એક્સસાઈઝ કે ફૂડ પ્રત્યે કોઈ દરકાર લેવામાં નથી આવતી આ સાથે અનેક ગણો સ્ટ્રેસ લોકોને કરીયરને લગતો તેમજ પોતાના પર્સનલ જીવનને લઈને થતો જોવા મળે છે ત્યારે તેની વિપરીત અસર પણ હેલ્થ પર પડે છે.
આ સમાચાર પણ વાંચો : કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાને કહ્યું, ‘હિન્દુસ્તાનમાં પેદા થનાર દરેક વ્યક્તિ હિંદુ, તેને ધર્મ સાથે જોડવું ખોટું’
દર્દીઓમાં લીવરની મોટી સમસ્યાઓનો દર વધ્યો છે જેમને પહેલેથી જ લીવરની સમસ્યા છે અને જેમને કોરોનાનો સામનો કર્યો છે, તેવા કિસ્સાઓમાં લીવરના કેસો પણ કેટલાક સામે આવ્યા છે.
છે. લાંબા સમય સુધી ચાલતો કમળો તેમના લીવર પર પણ ગંભીર અસર કરી શકે છે. સાદા કમળામાંથી સાજા થવામાં 3-4 મહિના લાગતા દર્દીઓનું પ્રમાણ દર વર્ષે માંડ 5-6 હતું. આ રેશિયો હવે વધીને દર મહિને 5-6 દર્દીઓ થઈ ગયો છે. આ ઉપરાંત હાર્ટએટેકના બનાવો ખૂબ વધી ગયા છે.