News Continuous Bureau | Mumbai
Bhikaiji Cama: ‘આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહ્વાન કરૂ છું કે ઉઠો… હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપીલ કરૂ છું. વંદે માતરમ્….વંદે માતરમ્…’ આ શબ્દો સાથે વર્ષ ૧૯૦૭માં વિદેશી ધરતી પર નીડરતાથી ભારત દેશનો રાષ્ટ્રધ્વજ લેહરાવનારા મેડમ ભિખાઈજી કામાનો જન્મ દિવસ એટલે ૨૪ સપ્ટેમ્બર. દેશભક્તિ અને શૂરવીરતાનો સંગમ એટલે મેડમ ભિખાઈજી કામાએ આઝાદીના આંદોલનમાં અદકેરૂં યોગદાન આપ્યું છે.

A confluence of patriotism and bravery is ‘Madam Bhikaiji Cama, who contributed immensely to the freedom movement..
પિતા સોરાબજી અને માતા જીજીબાઈના શ્રીમંત પારસી પરિવારમાં વર્ષ ૧૮૬૧ની ૨૪ સપ્ટેમ્બરે જન્મેલા ‘મેડમ ભિખાઈજી કામા’ ( Madam Bhikaiji Cama ) ભારતીય સ્વતંત્રતા સંગ્રામી અને પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા. ભિખાઈજી કામાએ એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ભણતરમાં તેજસ્વી મેડમ કામામાં નાનપણથીજ દેશપ્રેમના બીજ રોપાઈ ચૂક્યા હતા. બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરતાં મેડમ કામાએ શાળા- કોલેજના વર્ષોમાં જ પોતાના દીન દુ:ખીયા ભાઈબહેનોની સેવા કરવાનું શરૂ કરી દીધું હતું. સમાજસેવાને વરી ચૂકેલા મેડમ કામાએ પિતાના આગ્રહને વશ થઈ રૂસ્તમ કામા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નજીવન લાંબુ ટકી શક્યું નહીં અને તેઓ અલગ થયા હતા.
Bhikaiji Cama: પ્રથમ મહિલા ક્રાંતિકારી તરીકેની સફર
સ્વીત્ઝરલૅન્ડના જીનીવાથી વર્ષ ૧૯૦૫માં ‘વંદે માતરમ’ ( Vande Mataram ) નામનું ક્રાંતિકારી અખબાર શરૂ કરી તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો. તેમની તબિયત બગડતાં એક શસ્ત્રક્રિયા કરાવવા તેઓ ઈંગ્લેન્ડ ગયા. જ્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો. તે સમયે સર દોરાબજી અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારતના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે મેડમ ભિખાઈજી જોડાઈ ગયા. વિદેશમાં તેમના વધતા પ્રભાવથી ભયભીત બ્રિટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી. પરંતુ ફ્રેંચ સરકારે તેનો અસ્વીકાર કર્યો હતો. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા ( Indian freedom fighter ) માટે તેમની લડત ચાલુ રાખી હતી.

A confluence of patriotism and bravery is ‘Madam Bhikaiji Cama, who contributed immensely to the freedom movement..
આ સમાચાર પણ વાંચો : Aishwarya Majumdar PM Modi: ગુજરાતની વિખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદારની યશકલગીમાં ઉમેરાયું વધુ એક પીછું, USમાં PM મોદીની ઉપસ્થિતિમાં ગરબાની રમઝટ બાદ ગાયું રાષ્ટ્રગીત. જુઓ વિડિયો
Bhikaiji Cama: વિદેશની ધરતી પર લહેરાવ્યો પ્રથમ રાષ્ટ્રધ્વજ
દેશમાં અંગ્રેજોના ક્રૂર શાસન વચ્ચે ભારતીય તિરંગાને ( Indian Flag ) વિદેશની ધરતી પર લહેરાવવાનું પરાક્રમ કરનારા મેડમ કામા પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા. વર્ષ ૧૯૦૭માં વિદેશ ભૂમિ (જર્મની) પર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશોએ પોતપોતાનો રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. ત્યારે મેડમ કામાએ પણ ગર્વથી ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવી દુનિયાભરમાં સ્વતંત્રતાની લડાઈનો આગાઝ કરી લોકોને આઝાદી માટે પહેલ કરવાની હિમાયત કરી હતી. રાષ્ટ્રધ્વજમાંના સૂર્ય અને ચંદ્ર હિન્દુ-મુસ્લિમની એકતાના પ્રતિક સમાન હતા. તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું.

A confluence of patriotism and bravery is ‘Madam Bhikaiji Cama, who contributed immensely to the freedom movement..
તેમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમજ ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવ્યો હતો. ઈ.સ.૧૯૩૫માં ૭૪ વર્ષે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના સામાનમાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતા અન્ય સાહિત્યને અંગ્રેજો દ્વારા સળગાવી દેવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૩૬માં ૧૩મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.
દેશની જૂજ વસ્તી ધરાવતા એવા પારસી સમુદાયમાંથી આવતા સ્વતંત્ર સેનાની અને પ્રથમ મહિલા ક્રાંતિકારી મેડમ ભિખાઈજી કામાએ તેમની નીડરતા અને સૂઝબૂઝથી ભારતની સ્વતંત્રતામાં ( Indian Independence ) ખૂબ મહત્વનો ફાળો આપી અનેક મહિલાઓ સહિત દેશવાસીઓને આઝાદીની ચળવળમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતા.
જન્મથી સુરતમાં વસતા અડાજણ સ્થિત પારસી સમુદાયના તનાઝ પોરસ બાવાઆદમ ભિખાઈજી કામાનું સ્મરણ કરતાં કહે છે કે, મને ગર્વ છે કે એ સમયમાં જ્યાં સ્ત્રીઓનું સ્થાન માત્ર ઘરની ચાર દીવાલો વચ્ચે સીમિત હતું, ત્યારે મેડમ કામાએ સમાજની રીતિઓને નકારી આઝાદીની લડતમાં ઝંપલાવ્યું અને અનેક સ્ત્રીઓને તેમ કરવા પ્રેરણા આપી. સ્ત્રી હોવા છતાં પોતાના પરિવારની જગ્યાએ દેશની જવાબદારી ઉપાડી અને છેક સુધી લડત આપી. નીડરતા અને શૂરવીરતનું આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો : Nitesh Rane AIMIM Rally : હિન્દુ સંત રામગીરી-નિતેશ રાણે સામે AIMIMનો હલ્લાબોલ, મુંબઈના રસ્તાઓ પર ચક્કા જામ; જુઓ વીડિયો