News Continuous Bureau | Mumbai
Amitabh Bachchan: દર વર્ષે 11 ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ(Birthday) ઉજવતા અમિતાભ બચ્ચન એક સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રી(Film industry)ના એવા ચમકતા સ્ટાર બની ગયા હતા કે સ્ક્રીન પર તેમની માત્ર હાજરી ફિલ્મને બ્લોકબસ્ટર હિટ બનાવી દેતી હતી. એ જ રીતે, 1982ની ફિલ્મ કુલી(Film coolie)ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન એક એક્શન સીન શૂટ કરી રહ્યા હતા! તેમાં તેની સામે પુનીત ઈસાર હતો. પુનીત તે સમયે સ્ટ્રગલિંગ એક્ટર પણ હતો અને તે ફાઈટ અને સ્ટંટ પણ કરતો હતો. આ જ સ્ટંટમાં પુનીતનો એક મુક્કો અમિતાભના પેટમાં વાગ્યો અને અમિતાભ જઈને ટેબલનો ખૂણો વાગ્યો હતો.
તે સમયે અમિતાભને પેટમાં થોડો દુખાવો થયો હતો પરંતુ તેણે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. પરંતુ સાંજ સુધીમાં તેનો દુખાવો વધવા લાગ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
ત્યાર બાદ પુનીત(Puneet Issar)ને પૂછવામાં આવ્યું કે, શું તેણે આટલુ જોરથી માર માર્યો હતો? તો તેમનો જવાબ આવ્યો કે ના, મેં અમિતાભ જીના પેટ પર હાથ પણ નથી લગાવ્યો. હું કરાટે બ્લેક બેલ્ટ છું, મારા હાથ પર મારો પૂરો કંટ્રોલ છે.
આ સમાચાર પણ વાંચોઃ International Day of the Girl Child: આ દિવસે ઉજવાય છે ઇન્ટરનેશનલ ડે ઓફ ઘ ગર્લ ચાઇલ્ડ, વાંચો શું છે ઇતિહાસ
આ ઘટના બાદ અમિતાભ(Amitabh Bachchan)ની હાલત ગંભીર થવા લાગી અને થોડી જ વારમાં આખું મુંબઈ તેમની હોસ્પિટલની બહાર એકઠું થવા લાગ્યું. એક તબક્કે ડોકટરોએ હાર માની લીધી હતી કે હવે અમે અમિતાભને બચાવી નહીં શકીએ. એવી પણ વાતો સાંભળવા મળી કે, અમિતાભના શ્વાસ બંધ થઈ ગયા હતા અને પછી પાછા આવ્યા હતા.
તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ અમિતાભ બચ્ચનની તબિયત પૂછવા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, તે સમયના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી અમિતાભ બચ્ચનની માતા તેજી બચ્ચનના ખાસ મિત્ર હતા.
પછી તે તારીખ આવી, 2જી ઓગસ્ટ 1982 જે રોજ, અમિતાભ બચ્ચન હોસ્પિટલમાંથી બહાર આવ્યા અને તેના ચાહકોએ આ દિવસને અમિતાભનો નવો જન્મદિવસ જાહેર કર્યો. આજે પણ અમિતાભ 11 ઓક્ટોબર પહેલા 2જી ઓગસ્ટે અમિતાભનો જન્મદિવસ(Birthday) ઉજવાય છે.
આ સમાચાર પણ વાંચો : Israel Hamas War: પેલેસ્ટાઇનના સમર્થનમાં આવી કોંગ્રેસ; CWCની બેઠક બાદ આપ્યું મોટું નિવેદન.. જાણો શું છે આ સંપુર્ણ મુદ્દો.. વાંચો વિગતે અહીં..
