Bhulabhai Desai: અંગ્રેજોની સામે તેમના જ કાયદા વાપરી જીત મેળવતા ભુલાભાઇ દેસાઇ, વાંચો સ્વતંત્રતાની લડતમાં તેમની મહત્વની ભૂમિકા વિશે

ભુલાભાઈ દેસાઈ એક અગ્રણી ભારતીય વકીલ, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આવો તેમના જન્મદિવસ પર તેમના જીવન અને ઇતિહાસ વિશે જાણીએ....

by Bijal Vyas
Bhulabhai desai
ભુલાભાઈ દેસાઈ એક અગ્રણી ભારતીય વકીલ, સ્વાતંત્ર્ય સેનાની અને રાજકારણી હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડત(freedom fight)માં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભુલાભાઈ દેસાઈનો જન્મ ગુજરાતી સમૃદ્ધ પરિવારમાં 13 ઓક્ટોબર, 1877ના રોજ વલસાડ ખાતે થયો હતો. તેમના પિતા ડોક્ટર હતા.

શરુઆતનું જીવન અને અભ્યાસઃ

વલસાડની અવાભાઈ શાળા અને મુંબઈની ભરડાહાઈ સ્કુલમાં અભ્યાસ કર્યો. તેઓએ ૧૮૯૫માં મેટ્રિકની પરીક્ષા આપી અને શાળામાં પ્રથમ ક્રમાંકે રહ્યા. તેઓ શાળામાં હતા તે જ સમય દરમ્યાન તેમના લગ્ન ઈચ્છાબેન સાથે થયા. તેમને ધીરુભાઈ નામે એક પુત્ર જન્મ્યો, પરતું ૧૯૨૩માં ઈચ્છાબેન કેન્સરના કારણે મૃત્યુ પામ્યા. ત્યાર બાદ તેઓ મુંબઈની ઍલફીસ્ટન કૉલેજમાં જોડાયા, અહીં તેમણે અંગ્રેજી સાહિત્ય અને ઈતિહાસ(Literature and History) વિષયમાં સ્નાતકની પદવી મેળવી. 
ઈતિહાસ અને રાજનૈતિક અર્થશાસ્ત્ર વિષયમાં પ્રથમ ક્રમાંક મેળવવા માટે તેમને વર્ડ્ઝવર્થ પુરસ્કાર (Wordsworth Prize) અને શિષ્યવૃત્તિ મળી. તેમણે મુંબઈ વિદ્યાપીઠમાં અંગ્રેજી વિષય સાથે એમ.એ. કર્યું. અભ્યાસ બાદ ભુલાભાઈની અમદાવાદની ગુજરાત કૉલેજમાં પ્રાધ્યાયાપક તરીકે તેમની નિમણૂક થઈ. અંગ્રેજી શીખવતા શીખવતા તેમણે કાયદાનો અભ્યાસ પણ કર્યો. ૧૯૦૫માં મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના વકીલ તરીકે તેમની નોંધણી થઈ. ત્યાર બાદ તેઓ શહેર અને દેશના અગ્રણી વકીલ(leading lawyer) બન્યા.

આ રીતે થઇ રાજનૈતિક કારકિર્દીની શરુઆત

ઍની બેસંટના ઑલ ઈંડિયા હોમ રુલ લીગમાં જોડાઈને તેમણે પોતાની રાજનૈતિક કારકિર્દીની શરૂઆત કરી. બ્રિટિશ વગ હેઠળકાર્ય કરતી ઈંડિયન લિબરલ પાર્ટીમાં પણ તેઓ જોડાયા પરંતુ તેઓ 1928ના ભારતના બંધારણના સુધારા સુચવવા આવેલા સાયમન કમીશનના વિરોધમાં રહ્યા. 1928ના બારડોલી સત્યાગ્રહ બાદ બ્રિટિશ સરકારે એક તપાસ કમિશન નીમ્યું હતુ. ભુલાભાઈ દેસાઈ આ તપાસમાં ખેડૂતોના પ્રતિનિધી બન્યા હતા. આ સાથે તેમનો ભારતીય રાષ્ટ્રીય મહાસભા (કોંગ્રેસ-Congress) સાથે સંબંધ શરૂ થયો. 

બારડોલી સત્યાગ્રહમાં પણ ભાગ લીધો

ભૂખમરાના કાળમાં અંગ્રેજ સરકાર દ્વારા લાદવામાં આવેલા દમનકારક કરની વિરોધમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બારડોલી સત્યાગ્રહ(Bardoli satyagrah) થયો હતો. ભુલાભાઈએ અસરકારકર રીતે ખેડૂતોનો પક્ષ મુક્યો, ભુલાભાઇ અંગ્રેજો વિરુદ્ધ તેમના જ કાયદાનો ઉપયોગ કરતા હતા. આખરે તેમની અને સરદાર પટેલની જીત થઇ બારડોલી સત્યાગ્રહ સફળ થયો. 

ખરાબ તબિયતના કારણે જેલમાંથી છોડ્યા

1930 માં તેઓ વિધિવત્ કોંગ્રેસમાં જોડાયા. વિદેશીમાલના બહિષ્કારને તે અસરકરક માનતા હતા આથી તેમણે સ્વદેશી સભાની સ્થાપના કરી. તેમણે 80 કાપડ મિલના કારીગરોને આ સભામાં જોડાવ્યા અને વિદેશી માલના બહિષ્કાર(Boycott of foreign goods)ના આંદોલનને ટેકો આપ્યો. 1932માં આ સભાને ગેરકાયદે ઠરાવવામાં આવી અને ધરપકડ થઈ. જેલમાં તેઓ સતત માંદા રહેવા લાગ્યા. ખરાબ તબિયતના કારણે ભુલાભાઇને છોડવામાં આવ્યા અને તેઓ સારવાર માટે યુરોપ ગયા. જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમીટીની પુન:રચના થઈ, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી ભુલાભાઈ દેસાઈ(Bhulabhai desai)ને તેમાં શામિલ કરવામાં આવ્યા. આખરે 6 મે 1946ના રોજ માત્ર 68 વર્ષની ઉંમરે ભુલાભાઇ દેસાઇએ અંતિમ શ્વાસ લીધાઅવસાન થયું હતું
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More