56
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Mohammad Mankad :
1928 માં આ દિવસે જન્મેલા મોહમ્મદ વલીભાઈ માંકડ ગુજરાતી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કટારલેખક, અનુવાદક અને બાળ લેખક હતા. તેમણે નવલકથા, નવલિકા, નિબંધો, બાળકથાઓ વગેરેમાં અદભૂત રચના કરી છે. તેમની નવલકથાઓ કાયર, ધુમ્મસ, અજાણ્યાં બે જણ, ગ્રહણરાત્રિ, મોરપિચ્છના રંગ, વંચિતા, રાતવાસો, ખેલ, દંતકથા, મંદારવૃક્ષ નીચે બહુ જ ફેમસ થઈ હતી. તો નવલિકા સંગ્રહ ના, ઝાકળનાં મોતી, મનના મરોડ, વાતવાતમાં લોકોમાં પ્રખ્યાત છે. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ પુરસ્કાર, ગુજરાત સરકાર પુરસ્કાર અને સાહિત્ય ગૌરવ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: Shankha Ghosh: 5 ફેબ્રુઆરી 1932 ના જન્મેલા શંખ ઘોષ એક ભારતીય કવિ અને સાહિત્યિક વિવેચક હતા.
You Might Be Interested In