National Panchayati Raj Day : ભારતમાં દર વર્ષે 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે. 2010માં પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસ 1992માં બંધારણના 73મા સુધારાના અમલને ચિહ્નિત કરે છે. આ નો ઉદ્દેશ્ય પંચાયતો ( Panchayats ) અને ગ્રામ સભાઓ વિશે જાગૃતિ લાવવાનો તેમજ પંચાયતો અને ગ્રામ સભાઓની ( Gram Panchayats ) ભૂમિકાઓ, જવાબદારીઓ, સિદ્ધિઓ, ચિંતાઓ અને ઠરાવોને પ્રકાશિત કરવાનો તેમ જ ગ્રામીણ વિકાસ તરફના તેમના પ્રયાસો ચાલુ રાખવા માટે પ્રેરિત કરવાનો છે. ભારત સરકારે રાજ્યો સાથે ચર્ચા કરીને 24મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું.