Mother Teresa : ગરીબો અને અસહાય લોકો માટે જીવન સમર્પિત કરનારાં મધર ટેરેસાની આજે 114મી જન્મ જયંતી છે. મધર ટેરેસાનો જન્મ 26 ઓગસ્ટ 1910 ના રોજ સ્કોપજે (હવે મેસેડોનિયામાં) માં થયો હતો. તેઓ અલ્બેનિયન-ભારતીય રોમન કેથોલિક નન ( Albanian-Indian Roman Catholic nun ) અને મિશનરી હતા. વર્ષ 1929 માં ભારત આવેલા મધર ટેરેસાએ તેમના જીવનના 68 વર્ષ ભારતમાં રહીને લોકોની સેવા કરી હતી. ટેરેસાને 1962 રેમન મેગ્સેસે શાંતિ પુરસ્કાર અને 1979 નોબેલ શાંતિ પુરસ્કાર સહિત અનેક સન્માનો મળ્યા હતા.