Site icon News Continuous Bureau | Mumbai

આજે છે પરિવહન અને વિજ્ઞાન દિવસ: શા માટે ઉજવવામાં આવે છે આ દિવસ? જાણો ઇતિહાસ અને મહત્વ

શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે 10 નવેમ્બરે ઉજવવામાં આવે છે. તેની સ્થાપના UNESCO દ્વારા વર્ષ 2001માં કરવામાં આવી હતી, જેની ઉજવણી સૌપ્રથમવાર 2002માં કરવામાં આવી હતી.

world Transport and Science Day

world Transport and Science Day

News Continuous Bureau | Mumbai 

દર વર્ષે 10 નવેમ્બરના રોજ “વિશ્વ વિજ્ઞાન દિવસ” (World Science Day)વિશ્વના ઘણા દેશોમાં શાંતિ અને વિકાસ માટે ઉજવવામાં આવે છે. આ અંતર્ગત શાંતિ અને વિકાસ કાર્યમાં વિજ્ઞાનનું યોગદાન જણાવવામાં આવ્યું છે.

 

Join Our WhatsApp Channel

વિશ્વ વિજ્ઞાન દિવસનો ઇતિહાસ 

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1999માં બુડાપેસ્ટમાં સંયુક્ત રુપે આતંરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ(International Science Conference)ના અનુસંધાનમાં આ દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદ અને યુનેસ્કો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.આ દિવસની સ્થાપના યુનેસ્કો(UNESCO) દ્વારા સમગ્ર વિશ્વમાં વિજ્ઞાનના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી હતી. 

 

વિશ્વ વિજ્ઞાન દિવસનો ઉદ્દેશ્ય 

શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી શાંતિ અને વિકાસ કાર્યમાં વિજ્ઞાનના યોગદાન વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવે છે. આ દિવસે, રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ(Science laboratories), વિજ્ઞાન અકાદમીઓ, શાળાઓ અને કોલેજો અને તાલીમ સંસ્થાઓ જેવી તમામ વિજ્ઞાન સંસ્થાઓમાં વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

 

જળવાયુ પરિવર્તન અબજો લોકો અને પૃથ્વીના જીવન માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, 2021માં આ તહેવાર ‘આબોહવા માટે તૈયાર સમુદાયો બનાવવા’ના મહત્વને ઉજાગર કરશે.

 

સાથે ઉજવવામાં આવે છે પરિવહન દિવસ 

આ દિવસને ટ્રાન્સપોર્ટ ડે(Transport Day) તરીકે મનાવવાની વાત કરીએ તો રોડ, રેલ, હવાઈ અને જળ વાહનવ્યવહારના વિસ્તરણને વિકાસ સાથે જોડીને જોવામાં આવે છે ત્યારે પર્યાવરણ પર તેની ખરાબ અસરો પણ છુપાયેલી નથી.

 

આજના દિવસે રજૂ થઇ હતી પહેલી બાઇક 

જો કે, 10મી નવેમ્બરના રોજ માત્ર ટ્રાન્સપોર્ટ ડે કે વિશ્વ વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવતી નથી, પરંતુ અન્ય કારણોસર પણ 10મી નવેમ્બરનું ઇતિહાસ(History of November 10) માં વિશેષ મહત્વ છે. નોંધનીય છે કે આ દિવસે વિશ્વની પ્રથમ મોટરસાઇકલ રજૂ કરવામાં આવી હતી. 

 

આ સમચાર પણ વાંચોઃ રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, નીતા અંબાણીએ કર્યુ આ સ્ટોરનું ઉદ્ધાટન- જુઓ ફોટોઝ

History Of Lalbaug And Lalbaugcha Raja ‘લાલબાગ’ નામ કેવી રીતે પડ્યું? લાલબાગચા રાજાના દરબાર અને ગિરણી કામદારો પાછળ છુપાયેલો રસપ્રદ ઇતિહાસ
India Independence at Midnight દિવસે કેમ નહીં, રાત્રે જ કેમ? ભારતની આઝાદીના સમય પાછળ છુપાયેલી રસપ્રદ કુંડળી અને નહેરુનો માસ્ટરપ્લાન
Kopeshwar Temple Khidrapur Architecture કોપેશ્વર મંદિર જ્યાં નંદી વિના પૂજાય છે મહાદેવ, ૧૦૮ કતારબદ્ધ કોતરણીકામ ધરાવતા થાંભલા અને ખુલ્લા સ્વર્ગમંડપનું અદભુત રહસ્ય
Truth of Joint Passport ભારતપાકિસ્તાનના ‘જોઈન્ટ પાસપોર્ટ’નું સત્ય શું છે? જાણો ભાગલા પછીના એ કપરા કાળની કહાની
Exit mobile version