914
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દર વર્ષે 11 નવેમ્બરના દિવસે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે. ભારતના પહેલા શિક્ષણ મંત્રી (First Education Minister) મૌલાના અબુલ કલામ આઝાદની જયંતિના દિવસે તેને ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદે 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી દેશના શિક્ષણ મંત્રી તરીકે સેવા આપી હતી. વર્ષ 2008માં તેમના જન્મદિવસને માનવ સંસાધન વિકાસ મંત્રાલયે શિક્ષણ દિવસ તરીકે માન્યતા આપી હતી. ત્યારથી દર વર્ષે 11 નવેમ્બરે શિક્ષણ દિવસ મનાવવામાં આવે છે.
રાષ્ટ્રીય શિક્ષણ દિવસનું મહત્વ
ભારતના પહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી આઝાદે દેશના શિક્ષણ સ્તરને વધુ સારું બનાવવા માટે ઘણું યોગદાન આપ્યું છે. તેમના કાર્યકાળ દરમ્યાન જ વર્ષ 1951માં દેશની પહેલી ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થા (Indian Institute of Technology) અને વર્ષ 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સ્થાપના કરવામાં આવી હતી.
મૌલાના અબુલ કલામ આઝાદ કોણ હતા?
મૌલાના આઝાદનો જન્મ 11 નવેમ્બર 1888ના રોજ થયો હતો. તેમને સ્વતંત્ર ભારતમાં શિક્ષણના મુખ્ય ‘આર્કિટેક્ટ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદ(Maulana Abul Kalam Azad) 15 ઓગસ્ટ 1947થી 2 ફેબ્રુઆરી 1958 સુધી ભારતના શિક્ષણ મંત્રી હતા.
ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે આઝાદે ગ્રામીણ ગરીબો અને છોકરીઓને શિક્ષિત(Education for girls) કરવા પર ભાર મૂક્યો હતો. મૌલાના અબુલ કલામ એક સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, વિદ્વાન અને જાણીતા શિક્ષણવિદ્ હતા. જેમણે શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન
મૌલાના અબુલ કલામ આઝાદ કિશોરાવસ્થામાં જ પત્રકારત્વમાં સક્રિય બન્યા હતા. 1912માં તેમણે સાપ્તાહિક ઉર્દૂ અખબાર અલ-હિલાલ (ધ ક્રેસન્ટ) પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઑફ એજ્યુકેશનના અધ્યક્ષ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, તેમણે પુખ્ત સાક્ષરતા, 14 વર્ષ સુધીના તમામ બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ(Free and compulsory education) માટે કામ કર્યું હતું.
કન્યા કેળવણી અને માધ્યમિક શિક્ષણ પર ભાર મુક્યો હતો. કલામે કહ્યું હતું કે, રાષ્ટ્રની પ્રગતિ અને સમૃદ્ધિ માટે શિક્ષણ એ સૌથી મહત્વપૂર્ણ તત્વ છે. રાષ્ટ્ર નિર્માણ, સંસ્થાન નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રે મૌલાના આઝાદના યોગદાનને યાદ કરવા દર વર્ષે 11 નવેમ્બરને ‘National Education Day’ તરીકે ઉજવવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચોઃ દિવાળીની શોપિંગમાં ફોન લેવાનુ વિચારી રહ્યા છો તો, જાણો આ સ્માર્ટફોનની ખરીદી પર મળી રહ્યો છે મોટો ડિસ્કાઉન્ટ