News Continuous Bureau | Mumbai
શિરડી(Shirdi)ના સાંઈ બાબા(Saibaba)ના દેશ-વિદેશમાં કરોડો ભક્તો છે. સાંઈ બાબાના દરબારમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા પર દર વર્ષે કરોડો પ્રસાદ ચઢાવે છે. જેના કારણે સાઈ બાબા(Sai baba) મંદિરને ઘણીવાર દાનમાં સોના-ચાંદી(Gold silver)ના ઘરેણાં મળે છે.

સાંઈબાબા(Sai Baba)ના દરબારમાં દરરોજ સામાન્ય લોકોથી લઈને વીઆઈપી(VIP) ભક્તોની કતાર લાગે છે. તમામ ભક્તો તેમની મનોકામના પૂર્ણ થાય તેવી ઈચ્છા રાખે છે.

આવા જ એક ભક્ત ડૉ. રામકૃષ્ણ મામ્બાએ તેમની પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરતા સાંઈ બાબાના ચરણોમાં લગભગ 33 લાખ રૂપિયાની કિંમતનો 742 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : શું તમે જાણો છો તમારી ટ્રેન મોડી કેમ પડે છે- રેલવે પોલીસે 14 દિવસમાં આટલા લોકો સામે ચેન પુલિંગના કેસ નોંધાયા- જાણો વિગત
શુક્રવારે બપોરે હૈદરાબાદના ડો. રામકૃષ્ણ મામ્બા અને શ્રીમતી રત્ના મામ્બાના પરિવારે આરતીમાં ભાગ લીધો હતો અને શ્રી સાંઈ સમાધિના દર્શન કર્યા હતા.

આ અવસર પર, તેમણે 1992માં માનેલી મન્નત પૂર્ણ કરવા માટે લગભગ 33 લાખ રૂપિયાની કિંમતનો 742 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કર્યો.

સાંઈ બાબાને જે મુગટ અર્પણ કરાયો છે તે ખૂબ જ આકર્ષક છે અને તેમાં 35 ગ્રામ અમેરિકન હીરા જડેલા છે. મુગટના આગળના ભાગમાં મધ્યમાં ઓમ લખેલું છે.