Site icon News Continuous Bureau | Mumbai

80 વર્ષના ડોક્ટરે પત્નીને આપેલું વચન પાળ્યું- શિરડી સાંઈબાબાના મંદિરમાં ચઢાવ્યો અધધ આટલા લાખનો સોનાનો મુગટ- જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

શિરડી(Shirdi)ના સાંઈ બાબા(Saibaba)ના દેશ-વિદેશમાં કરોડો ભક્તો છે. સાંઈ બાબાના દરબારમાં ભક્તો પોતાની મનોકામના પૂર્ણ થવા પર દર વર્ષે કરોડો પ્રસાદ ચઢાવે છે. જેના કારણે સાઈ બાબા(Sai baba) મંદિરને ઘણીવાર દાનમાં સોના-ચાંદી(Gold silver)ના ઘરેણાં મળે છે.

Join Our WhatsApp Channel

સાંઈબાબા(Sai Baba)ના દરબારમાં દરરોજ સામાન્ય લોકોથી લઈને વીઆઈપી(VIP) ભક્તોની કતાર લાગે છે. તમામ ભક્તો તેમની મનોકામના પૂર્ણ થાય તેવી ઈચ્છા રાખે છે.  

આવા જ એક ભક્ત ડૉ. રામકૃષ્ણ મામ્બાએ તેમની પત્નીની અંતિમ ઈચ્છા પૂરી કરતા સાંઈ બાબાના ચરણોમાં લગભગ 33 લાખ રૂપિયાની કિંમતનો 742 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  શું તમે જાણો છો તમારી ટ્રેન મોડી કેમ પડે છે- રેલવે પોલીસે 14 દિવસમાં આટલા લોકો સામે ચેન પુલિંગના કેસ નોંધાયા- જાણો વિગત

શુક્રવારે બપોરે હૈદરાબાદના ડો. રામકૃષ્ણ મામ્બા અને શ્રીમતી રત્ના મામ્બાના પરિવારે આરતીમાં ભાગ લીધો હતો અને શ્રી સાંઈ સમાધિના દર્શન કર્યા હતા.

આ અવસર પર, તેમણે 1992માં માનેલી મન્નત પૂર્ણ કરવા માટે લગભગ 33 લાખ રૂપિયાની કિંમતનો 742 ગ્રામ વજનનો સોનાનો મુગટ અર્પણ કર્યો.

સાંઈ બાબાને જે મુગટ અર્પણ કરાયો છે તે ખૂબ જ આકર્ષક છે અને તેમાં 35 ગ્રામ અમેરિકન હીરા જડેલા છે. મુગટના આગળના ભાગમાં મધ્યમાં ઓમ લખેલું છે.
 

Today’s Horoscope : આજનો દિવસ:૨ સપ્ટેમ્બર ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Shadashtak Yog 2026 સપ્ટેમ્બર મહિનો આ ત્રણ રાશિઓ માટે ભારે ૨ થી ૨૬ તારીખ સુધી દરેક પગલું સમજીવિચારીને ભરજો, વધી શકે છે મુશ્કેલીઓ!
Today’s Horoscope : આજનો દિવસ:૧ સપ્ટેમ્બર ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Shukra Rashi Parivartan 2026 શુક્રનું તુલા રાશિમાં ગોચર, નવેમ્બર સુધી આ 4 રાશિઓ માટે બનશે વિશેષ ધન યોગ; થશે આર્થિક લાભ
Exit mobile version