187
ગુજરાતમાં આવેલાં ત્રણ શક્તિપીઠ ખૂબ જાણીતા છે પરંતુ 52મું શક્તિપીઠ જેને શક્તિપીઠની માન્યતા મળ્યે હજી બે વર્ષ જ થયા છે જે ભરૂચમાં આવેલું અંબે માતાનું મંદિર છે. અંબાજી, પાવાગઢ, બહુચરાજી બાદ હવે ભરૂચનું આ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ તરીકે ઓળખાશે. આ મંદિરની સ્થાપના વર્ષ 1944માં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરમાં સૌ પ્રથમ ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમયના ચક્રની સાથે ચંદન અને સુખડમાંથી બનેલી માતાજીની પ્રતિમા ખંડિત થતાં વર્ષ 1953માં મંદિરનો જીર્ણોદ્દાર કરી આરસની પ્રતિમાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું હતું. 71 વર્ષ જૂના આ મંદિરમાં દૈનિક 1,000 કરતાં વધારે શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં શિશ નમાવી તેમના આશિષ મેળવે છે.
You Might Be Interested In
