Site icon

વાસ્તુશાસ્ત્ર : ઘરમાં ફોટા લગાડવાના શોખીન છો? આ વાતનું ખાસ ધ્યાન રાખજો નહીં તો દુઃખી થશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 14 સપ્ટેમ્બર, 2021
મંગળવાર

ઘરની દીવાલો પર લોકોને અલગ-અલગ પ્રકારની તસવીરો કે પેઇન્ટિંગ લગાડવાના શોખ હોય છે, તો જાણો કઈ દિશામાં લગાડવાથી ફાયદો થશે.

Join Our WhatsApp Community

કૌટુંબિક ફોટાઓની સાચી દિશા

પરિવારની તસવીરો હંમેશાં ઘરની દક્ષિણ દીવાલ પર લગાવવી જોઈએ. તમે તેને પથારીની પાછળ મૂકી શકો છો. વાસ્તુ અનુસાર ઘરના વડા અથવા ખાસ સભ્યોના રહેવા માટે દક્ષિણ શ્રેષ્ઠ દિશા છે. જો તમે દક્ષિણ દીવાલ પર પારિવારિક ફોટા ન લગાવી શકો તો નૈર્ઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) દિશા પસંદ કરો.

2.લાલ રંગની ફ્રેમ ઉત્તમ

જો તમે ઘરમાં ફૅમિલી ફોટા લગાવતા હોવ તો પ્રયત્ન કરો કે તેની ફ્રેમ લાલ રંગની હોય. તે  મંગળસૂચક છે. આનાથી ઘણી બધી ખ્યાતિ મળે છે. આ સાથે પારિવારિક સંબંધોમાં પણ પ્રેમ વધે છે.

શું તમને નિપાહનાં લક્ષણ છે? આ સમાચાર તમારા માટે છે, માત્ર એક કલાકમાં નિદાન થશે; જાણો વિગત

3.બાળકોના ફોટોની સાચી દિશા

જો તમે ઘરમાં બાળકોની તસવીર લગાવતા હોવ તો પ્રયત્ન કરો કે તમે તેને હંમેશાં પશ્ચિમ દિશામાં રાખો. જ્યારે તમે આ કરો છો ત્યારે બાળકોનો ચહેરો પૂર્વ દિશામાં હોય છે અને વાસ્તુ અનુસાર તે ખૂબ જ યોગ્ય માનવામાં આવે છે. પૂર્વ દિશાને સૂર્ય ભગવાનની દિશા માનવામાં આવે છે, જેનાથી બાળકોનાં જ્ઞાન અને બુદ્ધિમાં વધારો થાય છે.

4.પાણીની પેઇન્ટિંગ

જો તમે તમારા ઘરમાં વૉટર પેઇન્ટિંગ મૂકવા માગતા હો, તો હંમેશાં ધ્યાનમાં રાખો કે પાણી હંમેશાં વહેતું રહે છે, તમારે કૂવાનું પેઇન્ટિંગ ન રાખવું, પણ સમુદ્ર, નદીઓ અથવા પાણીના ફુવારા વગેરેનું પેઇન્ટિંગ રાખવું જોઈએ. તેને હંમેશાં ઉત્તર દિશામાં રાખો. જો તમારું ઘર ફરતું હોય અને દિશાઓ ખૂણાની બાજુ આવતી હોય, તો આવી સ્થિતિમાં તમારે આ પેઇન્ટિંગને ઈશાન (ઉત્તર-પૂર્વ)ની દીવાલ પર લગાવવું જોઈએ.

આયુર્વેદને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાની કવાયત શરૂ થઈ : હવે સ્ટાન્ડર્ડ રૂલ્સ ઍન્ડ રેગ્યુલેશન બનશે; જાણો વિગત 

5. પ્રકૃતિ અને ધાર્મિક ફોટાનું યોગ્ય સ્થાન

જો તમે કુદરતથી પ્રેરિત જંગલ અથવા ઊગતા સૂર્ય અથવા ઓમ્ જેવાં ધાર્મિક ચિત્રો અથવા તમારા ધર્મ સાથે સંબંધિત કોઈ પણ ચિત્ર તમારા ઘરમાં લગાવવા માગો છો, તો તેને હંમેશાં પૂર્વ બાજુની દીવાલ પર લગાવો. વળી પૂર્વજોનાં ચિત્રો મૂકવા માટે વાસ્તુશાસ્ત્રમાં કોઈ દિશા નિર્દેશિત નથી. બેડરૂમ, ડાઇનિંગ રૂમ, રસોડું અથવા મંદિરમાં તમારા પૂર્વજોની તસવીરો રાખવાની ભૂલ ન કરવી. તમે ડ્રૉઇંગરૂમમાં નૈર્ઋત્ય (દક્ષિણ-પશ્ચિમ) અને દક્ષિણ વચ્ચેની દીવાલ પર તેમનું ચિત્ર લગાવવું.

નીચેની બાબતોને ખાસ ધ્યાનમાં રાખો

વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે તમારા ઘરમાં કેટલીક તસવીરો લગાવવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને એવી તસવીરો કે જે પ્રથમ વખત જોતાં જ ઉદાસી અથવા નકારાત્મકતાની લાગણીનો અનુભવ કરાવે. ઉદાહરણ તરીકે, ડૂબતા જહાજ જેવા કે ટાઇટેનિક, રડતું બાળક, ખંડેર અથવા સાપ અથવા હાડપિંજર વગેરેનાં ચિત્રો મૂકવાનું ટાળવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં નકારાત્મકતા વધે છે.

ઘાટકોપરના ગણેશ મંડળે લોકોની સમસ્યાઓને વાચા આપી, ગણપતિબાપ્પા લોકલ ટ્રેનમાં બેઠા છે એવી સજાવટ કરી, જુઓ ફોટોગ્રાફ અને વીડિયો; જાણો વિગત

Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Grah Gochar: ગ્રહોની અનોખી ચાલ: આવતીકાલથી આ રાશિના જાતકો પર મહેરબાન થશે ગ્રહદેવતા! ડબલ ગોચર લાવશે સુખ-સમૃદ્ધિની ભેટ
Exit mobile version