215
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
05 ડિસેમ્બર 2020
આજે ગુજરાતી ઓ માટે રૂડાં સમાચાર આવ્યાં છે. અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં રામલ્લા મંદિરને આજીવન વીરપુરના જલારામ મંદિર તરફથી થાળ ધરાવવામાં આવસે. આ મુદ્દે બાપાના પરિવારજનોએ જણાવ્યું કે, વીરપુર જલારામ મંદિરના મહંત રઘુબાપાએ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટીઓને આ અંગે રજુઆત કરી હતી. ટ્રસ્ટીઓ દ્વારા આ મુદ્દાનો સહર્ષ સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી હવે આજીવન રામલલાનો થાળ વીરપુર જલારામ મંદિર દ્વારા ધરાવવામાં આવશે.
આ વાતની જાણ ગામલોકોને થતા જ સમગ્ર વીરપુર ગામમાં ખુશીનો માહોલ છવાયો છે અને અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકોએ એકબીજાના મોં મીઠા કરાવીને આ પ્રસંગની ઉજવણી કરી હતી. ગામલોકો દ્વારા ઢોલ વગાડી અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી રહયાં છે.
You Might Be Interested In