News Continuous Bureau | Mumbai
Bada Mangal 2025: જેઠ માસનો છેલ્લો મોટો મંગળવાર આજે 10 જૂનના રોજ ઉજવાઈ રહ્યો છે. આ દિવસ હનુમાનજી ની આરાધના માટે અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ભક્તિપૂર્વક પૂજા કરવાથી જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે.
શુભ મુહૂર્ત અને રવિ યોગ
આજના દિવસે રવિ યોગ સવારે 5:23 વાગ્યે શરૂ થયો છે અને સાંજે 6:02 વાગ્યે પૂર્ણ થશે. આ સમયગાળો હનુમાનજીની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ અભિજિત મુહૂર્ત પણ શુભ ગણાય છે, જેમાં હનુમાનજીની આરાધના કરવી શુભ ફળદાયી રહે છે.
આ સમાચાર પણ વાંચો : Jupiter Asta 2025: 12 જૂનથી ગુરુ થશે અસ્ત, શુભ કાર્યો પર લાગશે બ્રેક, આ 3 રાશિઓ નો થશે ભાગ્યોદય
પૂજન વિધી અને ઉપાય
આ દિવસે વહેલી સવારે ઉઠીને સ્નાન કરીને પૂજાઘર સાફ કરો. પછી હનુમાનજીને સિંદૂર, ફૂલ અને બૂંદી ના લાડુનો ભોગ અર્પણ કરો. ઘી અથવા સરસવના તેલનો દીવો પ્રગટાવો. હનુમાન ચાલીસા અથવા હનુમાન બાણનો પાઠ કરો. જરૂરિયાતમંદોને ગોળ અને ચણા નું વિતરણ કરવું પણ શુભ માનવામાં આવે છે.પૌરાણિક કથાઓ અનુસાર મહાભારત કાળમાં ભીમના અહંકારને હનુમાનજીએ એક વૃદ્ધ વાનર રૂપે તોડી નાખ્યો હતો. બીજી કથા અનુસાર ભગવાન રામ અને હનુમાનજી ની પ્રથમ મુલાકાત પણ મંગળવારે જ થઇ હતી.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)