ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
બાર જ્યોતિર્લિંગમાં સૌ પ્રમથ સોમનાથ મહાદેવના મંદિરમાં ગઈકાલે પાર્વતી માતાના મંદિરનું શિલાન્યાસ થયું.
પાર્વતી મંદિરના નિર્માણ માટે અંદાજે 21થી 30 કરોડથી વધુનો ખર્ચ થનાર છે. આ ખર્ચ સુરતના હીરા ઉદ્યોગપતિ ભીખાભાઈ ધામેલિયા દ્વારા આપવામાં આવનાર છે.
ભીખાભાઈ સુરતમાં હીરાની ત્રણ ફેક્ટરીઓ ધરાવે છે. જેમાં અંદાજે પાંચ હજાર કરતાં વધુ કર્મચારીઓ કામ કરે છે.
આ કાર્યક્રમમાં વડાપ્રધાનથી લઈને અમિત શાહ અને વિજયભાઈ રૂપાણીએ પણ ભીખાભાઈની ઉદ્દાર ભાવનાની વાત કરી હતી.
ગરીમાપુર્ણ આ મંદિરમાં ૪૪ કોતરણીયુક્ત સ્તંભનું નિર્માણ થશે. ૭૧ ફુટના શિખરની ઊંચાઈ ધરાવતા આ મંદિરમાં વિશાળ નૃત્ય મંડપ બનાવવામાં આવશે.
આ પાર્વતી મંદિરના શિલાન્યાસ સમારોહમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સાથે સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.