ચોટીલા ચામુંડા માતાનું મંદિર ગુજરાતના અમદાવાદથી ૧૪૫ કિમી.ના અંતરે ચોટીલા સ્થાનકમાં આવેલું છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન આ મંદિરમાં ચામુંડા માતાના દર્શનનું ખાસ મહત્વ છે. માન્યતા છે કે અહીં માતાજી દિવસમાં ત્રણ વાર સ્વરૂપ બદલે છે. સવારે બાલિકા રૂપ, બપોરે વૃદ્ધા અને સાંજે કોપાયમાન રૂપ. ચામુંડા માતાને ચામુંડી અને ચર્ચિકા તરીકે પણ ઓળખાય છે. તે સપ્ત માતાઓમાંની એક મનાય છે. તે ઉપરાંત 64 જોગણીઓ કે 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણાય છે. ચામુંડા માતા દુર્ગાનું સ્વરૂપ પણ ગણાય છે.