News Continuous Bureau | Mumbai
કારતક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ એકાદશી 4 નવેમ્બર, શુક્રવારે આવે છે. માનવામાં આવે છે કે આ તિથિએ ભગવાન વિષ્ણુ 4 મહિના પછી યોગનિંદ્રા માંથી જાગે છે અને ફરીથી તેઓ બ્રહ્માંડના સંચાલનની જવાબદારી પોતાના હાથમાં લે છે. આ સાથે તમામ પ્રકારના માંગલિક કાર્યોની પ્રક્રિયા શરૂ થાય છે. દેવુથની એકાદશીને દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દેવઉઠી અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરવાની પરંપરા છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની સાથે તુલસીના લગ્ન કરાવનાર વ્યક્તિના જીવનથી તમામ કષ્ટ દૂર થઇ જાય છે અને તેના પર ભગવાન હરિની વિશેષ કૃપા થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે, વિષ્ણુ પુરાણ અનુસાર જે લોકો કોઈ પણ કારણથી, કે આસક્તિના કારણે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેઓ તમામ દુ:ખોથી મુક્ત થઈને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Shukra Gochar- 11 નવેમ્બરથી ચમકશે આ રાશિના ભાગ્યના સિતારા- શુક્ર ખુશીઓથી ભરી દેશે
દેવઉઠી એકાદશી શુભ મુહૂર્ત અને સમય :
એકાદશી તિથિ પ્રારંભ- નવેમ્બર 3, 2022એ સાંજે 7 વાગ્યે 30 મિનિટથી શરૂ
એકાદશી તિથિ સમાપ્ત- નવેમ્બર 4, 2022ની સાંજે 6 વાગ્યે 08 મિનિટ પર પૂર્ણ
પારણાનો સમય- નવેમ્બર 05, 2022ના સવારે 6 વાગીને 41 મિનિટથી 08 વાગીને 57 મિનિટ પર
દેવઉઠી એકાદશી પૂજા વિધિ :
એકાદશીના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને વ્રતનું સંકલ્પ લો. એકાદશીના દિવેસ આખો દિવસ ભગવાન વિષ્ણુની સેવા કરો. આ પછી ઘરની સારી રીતે સફાઈ કરો અને આંગણામાં ભગવાન વિષ્ણુના પગની આકૃતિ બનાવો.આ દિવસે ઘરની બહાર અને પૂજા સ્થળ પર દિવો પ્રગટાવો. રાત્રે ભગવાન વિષ્ણુ સહિત દરેક દેવી દેવતાઓની પૂજા કરો. ત્યાર બાદ શંખ અને ઘંટ વગાડી ભગવાન વિષ્ણુને ઉઠાવો.