આજનો દિવસ
૨૭ એપ્રિલ ૨૦૨૧, મંગળવાર, વિ. સંવત ૨૦૭૭
"તિથિ" – પૂનમ
"દિન મહીમા" –
શ્રીહનુમાન જયંતિ, ચૈત્રીપૂનમ, બહુચરાજી મેળો, વૈશાખસ્નાન પ્રારંભ, અક્ષરપૂર્ણિમા, આયંબીલ ઓળી પૂરી, સિધ્ધાચલજી યાત્રા, મન્વાદી, ઈષ્ટી, વ્યતિપાત ૨૦.૦૨ શરૂ
"સુર્યોદય" – ૬.૧૪ (મુંબઈ)
"સુર્યાસ્ત" – ૬.૫૮ (મુંબઈ)
"રાહુ કાળ" – ૧૫.૪૭ થી ૧૭.૨૩
"ચંદ્ર" – તુલા,
આજે જન્મેલા બાળકની રાશી તુલા રહેશે.
"નક્ષત્ર" – સ્વાતિ, વિશાખા (૨૦.૦૭)
"ચંદ્ર વાસ" – પશ્ચિમ,
દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૯.૨૫ – ૧૧.૦૧
લાભઃ ૧૧.૦૧ – ૧૨.૩૬
અમૃતઃ ૧૨.૩૬ – ૧૪.૧૨
શુભઃ ૧૫.૪૭ – ૧૭.૨૩
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૨૩ – ૨૧.૪૭
શુભઃ ૨૩.૧૨ – ૨૪.૩૬
અમૃતઃ ૨૪.૩૬ – ૨૬.૦૦
ચલઃ ૨૬.૦૦ – ૨૭.૨૫
રાશી ભવિષ્ય
"મેષઃ" (અ,લ,ઇ)-
દાંપત્યજીવન માં સારૂં રહે, ગૃહ સજાવટ કરી શકો.
"વૃષભઃ" (બ,વ,ઉ)-
શત્રુઓથી સાવધાન રહેવું, ભાગીદારીમાં કાળજી રાખવી.
"મિથુનઃ"(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
"કર્કઃ"(ડ,હ)-
મુશ્કેલીમાંથી માર્ગ મળે, વડીલોની સલાહ પર ચાલવું.
"સિંહઃ"(મ.ટ)-
આત્મવિશ્વાસ થી કામ કરી શકો, સાહસથી સિધ્ધિ પ્રાપ્ત થાય.
"કન્યાઃ"(પ,ઠ,ણ)-
કૌટુંબિક સામાજિક કાર્ય કરી શકો, લોકોની ચાહના મળે.
"તુલાઃ"(ર,ત)-
તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો, ધારી સફળતા મળે.
"વૃશ્ચિકઃ"(ન,ય)-
વાદ-વિવાદ થી દૂર રહેવું, વિરોધીઓથી સાવધાન રહેવું.
"ધનઃ"(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, ધીમી પ્રગતિ થાય.
"મકરઃ"(ખ,જ)-
કામકાજ અંગે દોડધામ રહે, વિધ્યાર્થીવર્ગ ને સારૂં રહે.
"કુંભઃ"(ગ,શ,સ,ષ)-
સારા અનુભવ થાય અને સારા સમાચારો પ્રાપ્ત થાય.
"મીનઃ"(દ, ચ, ઝ, થ)-
નકારાત્મક વિચારો દૂર કરી આગળ વધશો તો માર્ગ મળશે.