News Continuous Bureau | Mumbai
આજથી શિવ ભક્તિ માટેનો મહિનો એટલે કે શ્રાવણ માસ(Shrawan maas) શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનાની શરૂઆત સાથે હિંદુ ધર્મમાં તહેવારોની સિઝન શરૂ થાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહે છે. ભગવાન શિવ(Lord SHiva)ની કૃપા મેળવવા માટે આ મહિનો ખૂબ જ શુભ છે. હિન્દુ પંચાંગ(HIndu Panchang)માં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષી(Jyotish)ઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શ્રાવણ મહિનો શરૂ – આ રાશિના જાતકોને મળશે ભોલેનાથના વિશેષ આશીર્વાદ-જાણો તે ભાગ્યશાળી રાશિઓ કઈ છે
આજે શ્રાવણનો પહેલો દિવસ હોવાથી શિવમંદિરો(Shiv temple)માં ભક્તોની ભીડ ઉમટી રહી છે. આજનાં દિવસે સ્નાન-દાનનું પણ ખુબજ મહત્વ છે. શિવાલયોમાં સમગ્ર મહિના દરમિયાન ખાસ કરીને દર સોમવારે ભક્તોની ભારે ભીડ જામતી જોવા મળશે. ભક્તો દૂધ અને બિલિપત્ર સહિતના દ્વવ્યોથી શિવલિંગનો અભિષેક કરશે.
સોમનાથ દાદાનાં LIVE દર્શન અહીં કરો..
