News Continuous Bureau | Mumbai
આજે 1 ઓગસ્ટને સોમવાર(Somvar)નો દિવસ છે. આજે શ્રાવણ મિહના(Shrawan Month)નાં શુક્લ પક્ષની ચતુર્થી છે. આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર(First somvar of Shravan month)છે અને ચતુર્થી(Chaturthi) તિથિ હોવાને કારણે આજે શ્રાવણની વિનાયક ચતુર્થી(Vinayak Chaturthi) પણ છે. આજે ભગવાન શિવ(Lord Shiva) અને ગણપતિ બાપ્પા(Ganpati Bappa) બંનેની પૂજા કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ અવસર છે. શ્રાવણના સોમવાર(Shravan somvar) નું વ્રત સંતાન અને ઇચ્છિત વર પ્રાપ્તિની ઈચ્છા સાથે કરવામાં આવે છે જ્યારે વિનાયક ચતુર્થીનું વ્રત જીવનમાં પરેશાનીઓ દૂર કરીને સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ મેળવવાની ઈચ્છા સાથે કરવામાં આવે છે.
ભગવાન શિવ(Lord Shiva) એક જળના લોટોથી પણ પ્રસન્ન થાય છે. સાચા હૃદયથી ભોલેનાથholenath)ની પૂજા કરવાથી વ્યક્તિ જીવનની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવે છે. પાણી, દૂધ, ભાંગ, મધ, ચંદન વગેરે જેવી વસ્તુઓ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. કેટલાક સોમવારે ઉપવાસ કરીને પૂજા કરે છે, જ્યારે કેટલાક કાવડ યાત્રા કરે છે અને ગંગાના જળથી શિવનો જલાભિષેક કરે છે. એવી માન્યતા છે કે શ્રાવણના સોમવારે માટીથી બનેલા શિવલિંગની પૂજા કરવાથી ધન અને ધાન્યની પ્રાપ્તિ થાય છે. તેને પાર્થિવ શિવલિંગ પણ કહેવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : ક્યાંક તમે પણ તો આ દિશામાં તમારા ઘરની ઘડિયાળ નથી રાખીને-જો રાખી હોય તો આજે જ બદલી નાખો તે જગ્યા-થઇ શકે છે મોટું નુકશાન