ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
28 ડિસેમ્બર 2020
એક સમયે સોમનાથનું મંદિર પ્યોર સોનાથી મઢવામાં આવ્યું હતું. પરંતુ વારંવાર થયેલા વિદેશી આક્રમણ બાદ ખંડેર થઈ ગયું હતું જે ને સરદાર વલ્લભભાઈ પટેલ ના પ્રયત્નો થી ફરી ઉભું કરવામાં આવ્યું હતું. હાલ અંબાજી બાદ હવે સોમનાથ મહાદેવ મંદિર પણ સુવર્ણ મઢેલું બનવા જઇ રહ્યુ છે.
સોમનાથ મંદિર પર વધુ 53 સુવર્ણ કળશની સ્થાપાઈ રહયાં છે. રિલાયન્સ પરિવાર અને નથવાણી પરિવાર દ્વારા અનુદાનિત દાનની રકમમાંથી આ કળશ મઢાઈ રહયાં છે. સોમનાથ મંદિરના નૃત્ય મંડપ પરના 1500 જેટલા કળશ સોનાના કરાશે. હાલ 550 કળશ તો સુવર્ણના થઈ ચૂક્યા છે. જ્યારે 130 કળશોની મંદિર શિખર પર સ્થાપના પૂર્ણ કરાશે.
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ અને ડાયરેક્ટર પરિમલ નથવાણીના પરિવારે 53 કળશને સોને મઢવા માટે દાન આપ્યું હતું. આ સુવર્ણ કળશની પૂજા વિધિ રવિવારે નથવાણી પરિવારના પુત્ર અને દ્વારકા દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી દ્વારા કરવામાં આવી હતી. હવે પૂજા કરાયેલા સુવર્ણ મઢીત કળશોને મંદિરના શિખરો પર સ્થાપવામાં આવશે.
જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખર પર રહેલા 1500થી વધુ કળશને સુવર્ણ મઢીત કરવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાઓને સહયોગની અપીલ કરાઈ હતી. આ યોજનાને સારો પ્રતિસાદ મળ્યો છે. અત્યાાર સુધીમાં 530 કળશો માટે સોનાનું દાન જુદા-જુદા દાતાઓ તરફથી મળ્યું છે.
સોમનાથ મહાદેવ મંદિરની પુષ્ટભૂમિ જોઇએ તો ગુજરાતના પશ્ચિમ કાંઠે, સૌરાષ્ટ્રના વેરાવળ નજીક પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિર (દેવ પાટણ તરીકે પણ ઓળખાય) છે, શિવના બાર જ્યોતિર્લિંગ મંદિરોમાં ભારતનું આને પ્રથમ જયોર્તિલિંગ માનવામાં આવે છે. તે ગુજરાતનું એક મહત્વનું તીર્થસ્થાન અને પર્યટન સ્થળ છે. હાલના મંદિરને હિન્દુ મંદિર આર્કિટેક્ચરની ચૌલુક્ય શૈલીમાં ફરીથી બનાવવામાં આવ્યું હતું અને મે 1951 માં પૂર્ણ થયું હતું. તત્કાલીન ભારતના ગૃહમંત્રી વલ્લભભાઇ પટેલના આદેશ હેઠળ પુનર્નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી અને તેમના મૃત્યુ પછી મંદિર નું કાર્ય પૂર્ણ થયું હતું…