News Continuous Bureau | Mumbai
Guru Transit : 19 ઓક્ટોબર 2025ના રોજ બપોરે 12:57 વાગ્યે દેવ ગુરુ બૃહસ્પતિ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તે 4 ડિસેમ્બર સુધી આ રાશિમાં રહેશે અને ત્યારબાદ મિથુન રાશિમાં પાછા ફરશે. આ ગોચર વૈદિક જ્યોતિષમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ત્રણ રાશિઓ – વૃષભ, સિંહ અને કુંભ – માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે.
વૃષભ રાશિ – રોકાણમાં લાભ અને લગ્ન માટે અનુકૂળ સમય
વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર બીજા ભાવમાં થઈ રહ્યું છે. આ સમય દરમિયાન રોકાણમાં લાભ, સંતાન સુખ અને લગ્ન માટે અનુકૂળ સમય રહેશે. આત્મવિશ્વાસ વધશે અને બિઝનેસ માં નવી તકો મળશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળવાની શક્યતા છે.
સિંહ રાશિ – કારકિર્દી અને પ્રેમ સંબંધોમાં વૃદ્ધિ
સિંહ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર કારકિર્દી અને રિલેશનશિપ માટે લાભદાયક રહેશે લવ મેરેજ માટે યોગ બનશે. વિદ્યાર્થીઓ ને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે. શેર માર્કેટ માં રોકાણ લાભદાયક સાબિત થઈ શકે છે. હેલ્થ માં પણ સુધારો જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Dhanteras 2025: 18 ઓક્ટોબરે ધનતેરસ છે, પણ તે પહેલાં પણ છે ખરીદી માટે શુભ સમય, જાણો તેના વિશે અહીં
કુંભ રાશિ – ધનલાભ અને નવા પ્રોજેક્ટ્સની શરૂઆત
કુંભ રાશિના જાતકો માટે આ સમય ધનલાભ અને નવા ઇન્કમના સ્ત્રોત માટે ઉત્તમ છે. વાહન કે હાઉસ ખરીદવા માટે પણ યોગ્ય સમય છે. જોબ માં સીનિયર ઓફિસર્સ સાથે સંબંધો મજબૂત બનશે. સંતાનના ભવિષ્યને લઈને ચાલતી ચિંતા દૂર થશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)