News Continuous Bureau | Mumbai
ભગવાનમાં શ્રદ્ધા અને મનમાં આસ્થા ને કારણે ગમે તેટલી મોટી તકલીફ ને હંફાવી શકાય છે. આવી જ એક ઘટના જગત મંદિર દ્વારકા (Jagad Mandir Dwarka) ખાતે બની છે. ભગવાન શ્રીકૃષ્ણના પરમ ભક્ત એવા કચ્છમાં રહેનાર મહાદેવભાઈ દેસાઈ એ માનતા માની હતી કે જો તેની ગાયો lumpy વાયરસ (Lumpy virus) થી બચી જાય તો તે તમામ ગાયો સાથે જગત મંદિર દ્વારકા માં ઠાકોરજીના દર્શન (Darshan) કરશે.
આખરે તેની માનતા પૂરી થઈ. lumpy જેવા વાયરસથી તેની તમામ ગાયો બચી ગઇ અને એ કે ગાયને આ વાયરસ લાગુ પડ્યો નહીં. પોતાની માનતા પૂરી કરવા મહાદેવભાઇ 450 કિલોમીટર જેટલું અંતર કાપીને પોતાની ગાયો સાથે દ્વારકા પહોંચ્યા. જ્યારે પ્રશાસનને આ વાતની ખબર પડી ત્યારે પ્રશાસને મધ્યરાત્રિએ ઠાકોરજી ને જગાડ્યા. તેમજ ગાયો સહિત ગોવાળ મહિપત ભાઈ એ શ્રીકૃષ્ણના દર્શન કર્યા.
ભગવાન શ્રીકૃષ્ણ પરમ ગોવાળિયા છે. ગાયો તેમને પ્રિય છે. ગાય માટે તેઓ કાળીયા નાગ સાથે પણ લડી છૂટયા હતા. હવે ગાયો જ્યારે દર્શન માટે આવે ત્યારે કાનુડો આરામ શી રીતે કરી શકે? આવું જ દ્રશ્ય દ્વારકા ખાતે દેખાયું.
આ સમાચાર પણ વાંચો: The Kashmir files : ‘તમને શરમ આવવી જોઈએ’: IFFI જ્યુરીના વડાએ કાશ્મીર ફાઇલની ટીકા કર્યા પછી ઇઝરાયેલના રાજદૂતનો જવાબ.