Site icon

આજે પણ પૃથ્વી પર કર્ણનાં કવચ અને કુંડળ હાજર છે, જો કોઈ માણસના હાથમાં આવી જાય તો બની શકે છે શક્તિશાળી; જાણો ક્યાં છે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

રવિવાર

જ્યારે પણ મહાભારતનો ઉલ્લેખ થાય છે ત્યારે દાનવીર કર્ણનું નામ ચોક્કસપણે લેવાય છે. કર્ણ મહાભારત કાળનાં મુખ્ય પાત્રોમાંથી એક છે, જેમની દાનની વાર્તાઓ હજુ પણ લોકોના મોઢે સાંભળવા મળે છે. કર્ણનો જન્મ માતા કુંતી અને સૂર્યના અંશથી થયો હતો. તેનો જન્મ ખાસ કવચ અને કુંડળ સાથે થયો હતો, જેને પહેરીને દુનિયાની કોઈ તાકાત તેને હરાવી શકે નહીં.
કર્ણ પાંડવોનો સૌથી મોટો ભાઈ હતો. 
માતા કુંતીનાં લગ્ન પાંડુ સાથે થયાં હતાં, પરંતુ કર્ણનો જન્મ કુંતીનાં લગ્ન પહેલાં થયો હતો. કર્ણની વિશેષતા એ હતી કે તે ક્યારેય કોઈને દાન આપવાની ના નહોતા પાડતા. જો કોઈ તેની પાસેથી કંઈ પણ માગતું તો તે ચોક્કસપણે દાન આપતા અને આ આદત મહાભારતના યુદ્ધમાં તેના વધનું કારણ બની ગઈ.

ખાદ્ય તેલ અને તેલીબિયાંના ભાવ પર નિયંત્રણના અભાવે સરકારે લાદી સ્ટૉક મર્યાદા; જાણો વિગત

કર્ણ પાસે જે કવચ અને કુંડળ હતાં, તેની સાથે વિશ્વની કોઈ તાકાત તેને હરાવી શકતી ન હતી અને મહાભારત યુદ્ધ દરમિયાન આ વસ્તુ પાંડવોને નુકસાન પહોંચાડી શકતી હતી, એથી અર્જુનના પિતા અને દેવરાજ ઇન્દ્રે કર્ણ પાસેથી તેનાં કવચ અને કુંડળ માગી લીધાં હતાં. તેમણે  યોજના બનાવી હતી જ્યારે મધ્યાહ્ન સમયે કર્ણ સૂર્ય ભગવાનની પૂજા કરી રહ્યો હોય, ત્યારે તે પોતે એક ભિક્ષુકનો વેશ ધારણ કરી અને તેની પાસે કવચ અને કુંડળ માગી લેશે અને યોજના પ્રમાણે જ થયું હતું. સૂર્યદેવ કર્ણને ઇન્દ્રની યોજના વિશે ચેતવણી પણ આપે છે, છતાં કર્ણ પોતાની વાતથી પાછળ હટતો નથી.
અને પોતાનાં કવચ અને કુંડળ દેવરાજ ઇન્દ્રને દાનમાં આપી દે છે. 

કર્ણના આ દાનથી ખુશ થઈને, ઇન્દ્ર તેને કંઈક માગવાનું કહે છે, પરંતુ કર્ણ એમ કહીને ના પાડી દે છે કે "દાન કર્યા પછી કંઈક માગવું તે દાનની ગરિમાની વિરુદ્ધ છે." પછી દેવરાજ ઇન્દ્ર પોતાનું શક્તિશાળી અસ્ત્ર વાસવી કર્ણને આપે છે, જેનો તે માત્ર એક જ વાર ઉપયોગ કરી શકે છે. તમને જણાવી દઈએ કે જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે શ્રીકૃષ્ણના કહેવા પર અર્જુને કર્ણનો વધ કર્યો હતો અને કવચના અભાવે કર્ણએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

એવું કહેવામાં આવે છે કે કર્ણનાં કવચ અને કુંડળ લઈને ભગવાન ઇન્દ્ર સ્વર્ગમાં પ્રવેશી શક્યા ન હતા, કારણ કે તેમણે તેને અસત્ય દ્વારા પ્રાપ્ત કર્યાં હતાં. એથી તેમણે તેને સમુદ્રના કાંઠે કોઈ જગ્યાએ સંતાડી દીધાં. એ પછી ચંદ્રદેવે આ જોયું અને જ્યારે તેઓ કવચ અને કુંડળ ચોર્યાં પછી ભાગવા લાગ્યા ત્યારે સમુદ્રદેવે તેમને રોક્યા અને આ દિવસથી સૂર્યદેવ અને સમુદ્રદેવ બંને મળીને એ કવચ અને કુંડળની રક્ષા કરે છે. એવું કહેવામાં આવે છે કે આ કવચ અને કુંડળ પુરી નજીક કોણાર્કમાં છુપાવેલાં છે અને કોઈ તેના સુધી પહોંચી શકતું નથી. કારણ કે જો કોઈ આ કવચ અને કુંડળ હસ્તગત કરશે તો તે સર્વ શક્તિમાન બની જશે અને એનો ખોટો લાભ લઈ શકે છે.

લખીમપુર હિંસાના આરોપી અને કેન્દ્રીય મંત્રીના પુત્ર આશીષની ધરપકડ, આટલા કલાક ચાલી પૂછપરછ; જાણો વિગતે 

Makar Sankranti Story: જ્યારે સૂર્યદેવ પોતાના જ પુત્ર શનિના ઘરે પધાર્યા! મકર સંક્રાંતિની આ કથા વાંચીને તમને સમજાશે તલ-ગોળના પ્રસાદનું સાચું મહત્વ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર સર્જાયો અદ્ભુત ‘વૃદ્ધિ યોગ’; આ 3 રાશિના જાતકોના બેંક બેલેન્સમાં થશે જંગી વધારો, લક્ષ્મીજી થશે પ્રસન્ન.
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Exit mobile version