ઈતિહાસમાં સૌપ્રથમ વખત હરિદ્વાર માં આયોજિત કુંભમેળાનો સમય ઘટાડીને એક મહિનો કરવામાં આવ્યો છે
સરકારના જાહેરનામા મુજબ ૧લી એપ્રિલથી ૩૦મી એપ્રિલ સુધી કુંભ મેળાનું આયોજન થશે અને સાથે જ ૧૨મી એપ્રિલ, ૧૪મી એપ્રિલ અને ૨૭મી એપ્રિલ એમ ત્રણ શાહી સ્નાન થશે.
સામાન્ય રીતે કુંભ મેળો ઉતરાયણથી શરૂ થાય છે અને સાડા ત્રણ મહિના સુધી ચાલે છે.
