Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.

Numerology Number 5: બુધ ગ્રહના પ્રભાવથી વાતચીતની કળામાં હોય છે માહિર; મિત્રો બનાવવામાં એક્સપર્ટ પણ કામ પ્રત્યેની ઉતાવળ અને કંટાળો બની શકે છે અવરોધ.

by Janvi Soni
Numerology Number 5: Friendly nature and great communication skills make them popular, but one weakness can ruin it all.

News Continuous Bureau | Mumbai

Numerology Number 5:અંકશાસ્ત્ર (Numerology) મુજબ, જન્મતારીખના આધારે વ્યક્તિના સ્વભાવ અને ભવિષ્ય વિશે ઘણી રસપ્રદ વાતો જાણી શકાય છે. જો તમારો જન્મ કોઈ પણ મહિનાની 5, 14 અથવા 23 તારીખે થયો હોય, તો તમારો મૂલાંક 5 ગણાય. મૂલાંક 5 ના જાતકો સ્વભાવે અત્યંત મિલનસાર અને તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવતા હોય છે. જોકે, તેમની કેટલીક ખાસિયતો જેટલી પ્રશંસનીય છે, તેટલી જ એક નબળાઈ તેમને નુકસાન પણ પહોંચાડી શકે છે.મૂલાંક 5 નો સ્વામી ગ્રહ ‘બુધ’ છે. બુધ બુદ્ધિ અને સંવાદનો કારક હોવાથી આ મૂલાંકના લોકો પોતાની વાતચીતની કળાથી કોઈનું પણ દિલ જીતી લેવાની ક્ષમતા ધરાવે છે.

મૂલાંક 5 ના લોકોની મુખ્ય ખૂબીઓ

આ મૂલાંકના લોકોમાં નીચે મુજબની ક્વોલિટી જોવા મળે છે જે તેમને અન્યોથી અલગ પાડે છે:
મિત્રતાપૂર્ણ સ્વભાવ: તેમને નવા લોકોને મળવું અને તેમની સાથે વાતો કરવી ખૂબ ગમે છે. તેઓ શરમાળ હોતા નથી અને સામેની વ્યક્તિને જલ્દી કમ્ફર્ટ આપી દે છે.
બોરિયત દૂર કરનારા: જો તમારી ફ્રેન્ડ લિસ્ટમાં મૂલાંક 5 નો કોઈ મિત્ર હોય તો તમે ક્યારેય કંટાળશો નહીં. તેઓ વાતાવરણને હસતું-રમતું રાખવામાં માહિર હોય છે.
મોટિવેટર: તેઓ પોતે પરિવર્તનશીલ હોય છે અને અન્યોને પણ જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે.
એડજસ્ટિંગ પાવર: તેઓ ગમે તેવા માહોલમાં પોતાને ઢાળી લે છે. નિયમો બહુ પસંદ નથી હોતા, છતાં તેઓ પરિસ્થિતિ મુજબ સમજૂતી સાધી લે છે.
મુશ્કેલ સમયના સાથી: જ્યારે કોઈ મિત્ર મુસીબતમાં હોય, ત્યારે મૂલાંક 5 ના જાતકો સૌથી પહેલા મદદ માટે તૈયાર રહે છે.

આ સમાચાર પણ વાંચો: Summer Grooming Tips: પરસેવાની દુર્ગંધથી છો પરેશાન? ઉનાળામાં પરફ્યુમની સુગંધને કલાકો સુધી ટકાવી રાખવા માટે ફોલો કરો આ ‘સિક્રેટ’ ટિપ્સ

મૂલાંક 5 ની સૌથી મોટી નબળાઈ

આટલી બધી ખૂબીઓ હોવા છતાં, એક બાબત તેમના માટે ઘાતક સાબિત થાય છે. અંકશાસ્ત્ર મુજબ, મૂલાંક 5 ના લોકો ખૂબ જ ઝડપથી કોઈ પણ વસ્તુથી કંટાળી જાય છે. કોઈ પણ નવું કામ તેઓ ઉત્સાહથી શરૂ તો કરે છે, પરંતુ થોડા સમય પછી રસ ઓછો થતા કામ અધૂરું મૂકી દે છે. આ આદતને કારણે તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં ઉતાર-ચઢાવ આવ્યા કરે છે. જો તેઓ કોઈ એક લક્ષ્ય પર ટકી રહેવાનું શીખી લે, તો તેઓ અત્યંત સફળ બની શકે છે.

 સચોટ આંકલન માટે જન્મતારીખનું મહત્વ

જેમ કુંડળી પરથી વ્યક્તિનું આખું જીવન જાણી શકાય છે, તેમ અંકશાસ્ત્રમાં જન્મતારીખનો સરવાળો (મૂલાંક) કરીને સ્વભાવ જાણી શકાય છે. મૂલાંક 5 વાળા લોકોએ જો પોતાની અસ્થિરતા અને કંટાળા પર કાબૂ મેળવી લીધો, તો તેમની કમ્યુનિકેશન સ્કીલ્સ તેમને કરિયરમાં ટોચ પર લઈ જઈ શકે છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More