Site icon

Pitru Paksha 2025: જાણો પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધથી પ્રસન્ન પિતૃ આ રીતે આપે છે વંશજોને આશીર્વાદ

Pitru Paksha 2025: આશ્વિન માસના કૃષ્ણ પક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃ, દેવ અને ઋષિ ઋણમાંથી મુક્તિ મળે છે

Pitru Paksha 2025: Ancestors Bless Descendants Through Shraddh – Know Its Spiritual and Scientific Importance

Pitru Paksha 2025: Ancestors Bless Descendants Through Shraddh – Know Its Spiritual and Scientific Importance

News Continuous Bureau | Mumbai

Pitru Paksha 2025: પિતૃપક્ષ આશ્વિન માસના કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ પવિત્ર સમયગાળામાં લોકો પોતાના પિતૃઓના નિધન તિથિ પર શ્રાદ્ધ કરીને પિતૃ, દેવ અને ઋષિ ઋણમાંથી મુક્તિ મેળવવાની કામના કરે છે. જો પિતૃઓની ચોક્કસ તિથિ જાણીતી ન હોય, તો સર્વપિતૃ અમાવસ્યા પર શ્રાદ્ધ કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

શ્રાદ્ધ નું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક આધાર

શ્રાદ્ધના મૂળમાં શ્રદ્ધા ભાવ  છે. સ્કંદપુરાણ અનુસાર, શ્રાદ્ધ કરનારના મનમાં પિતૃઓ માટે શ્રદ્ધા હોવી જરૂરી છે. બ્રાહ્મણોને શ્રદ્ધાથી આપેલું ભોજન પિતૃઓ સુધી પહોંચે છે. પિતૃ પ્રસન્ન થાય તો દેવતાઓ પણ પ્રસન્ન થાય છે અને વંશજોને જીવનમાં સફળતા, સંપત્તિ અને શાંતિ મળે છે.

 શ્રાદ્ધથી પિતૃઓ કેવી રીતે આશીર્વાદ આપે છે?

શાસ્ત્રોમાં જણાવાયું છે કે પિતૃઓ અનેક રૂપોમાં પોતાના વંશજોની આસપાસ રહે છે. શ્રાદ્ધ અને દાન-પુણ્યથી તેઓ સંતોષ પામે છે અને આશીર્વાદ આપે છે. પિતૃઓના આશીર્વાદથી જીવનમાં અપ્રતિમ ઉન્નતિ થાય છે અને અનિષ્ટ ઘટનાઓથી રક્ષણ મળે છે. પિતૃો પિંડદાનથી પ્રસન્ન થઈને જીવન, સંતાન, વિદ્યા અને મોક્ષ આપે છે.

આ સમાચાર પણ વાંચો : Pitrupaksh 2025: પિતૃપક્ષ માં શા માટે મનાવવામાં આવે છે કુંવારા પંચમી, માતૃનવમી અને સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ

શ્રાદ્ધ માટે યોગ્ય સ્થાન અને નિયમો

વિષ્ણુ પુરાણ અનુસાર, શ્રાદ્ધ પવિત્ર અને દક્ષિણ તરફ ઢાળવાળા સ્થળે કરવું જોઈએ. નદી, તળાવ, પર્વત શિખર શ્રાદ્ધ માટે યોગ્ય સ્થાન છે. શ્રાદ્ધમાં અંગહીન, અપવિત્ર, નાસ્તિક, રજસ્વલા વગેરેને દૂર રાખવું જોઈએ. શ્રાદ્ધમાં બ્રાહ્મણ દ્વારા અગ્નિમાં પિતૃોના નામ અને ગોત્રથી ભોજન અર્પણ કરવું જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ
Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Exit mobile version