News Continuous Bureau | Mumbai
23 જુલાઈ 2022થી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. ભગવાન શિવને(lord shiva) સમર્પિત શ્રાવણ મહિના ને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. બીલી, ધતુરા, પંચામૃત વગેરે ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. શંકર ભગવાનને બીલી ના ફળ (bel fruit)અને બીલી ના પાંદડા (bel leaves)ખૂબ જ પસંદ છે. એવું કેહવું ખોટું નથી કે બીલી પત્ર વિના ભગવાન શિવ ની પૂજા અધૂરી છે. વાસ્તુશાસ્ત્રમાં(vastu shastra) બીલી ના ઝાડ અને છોડને એટલા શુભ ગણાવ્યા છે કે આ એક છોડ ઘરમાં કે ઘરના આંગણા માં રહેવાથી ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય છે. શિવપુરાણ (shiv puran)અનુસાર જ્યાં બીલીપત્ર નો છોડ લગાવવામાં આવે છે તે સ્થાન કાશી તીર્થ જેટલું પવિત્ર અને પૂજનીય બની જાય છે. બીજી તરફ, બીલીનો છોડ સુખ અને સમૃદ્ધિ સહિત અન્ય ઘણા ફાયદા પણ આપે છે.
1. જે ઘરમાં બીલીપત્ર નું ઝાડ કે છોડ હોય છે, તે ઘરમાં હંમેશા ભગવાન ભોલેનાથની વિશેષ કૃપા રહે છે. આવા ઘરમાં ક્યારેય સંકટ નથી આવતું અને હંમેશા સુખ (blessing)રહે છે.
2. જે ઘરમાં બીલીપત્ર નો છોડ હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તે ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી હોતી, તેમજ બીલીપત્ર નો છોડ લગાવતા જ ઘરના લોકોની આર્થિક સ્થિતિમાં (financial)ઝડપથી બદલાવ આવે છે. ઘરમાં પૈસા અને અનાજનો ભંડાર હંમેશા ભરેલો રહે છે.
3. ધનની આવક(money) વધારવા માટે બીલી ના પાનને ધન સ્થાન પર રાખવાથી ખૂબ જ ઝડપી લાભ મળે છે.
4. ઘરમાં બીલીપત્ર નો છોડ(bel plant) લગાવવાથી વ્યક્તિના ખરાબ કાર્યોની અસર નાશ પામે છે. તેને પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ તેનું જીવન સુખમય વીતે છે.
5. એવું માનવામાં આવે છે કે, બીલી ના છોડમાં ઘણા દેવી-દેવતાઓ રહે છે. આ વૃક્ષ ઘણી સકારાત્મકતા (positivity) લાવે છે અને ઘરના લોકોને તેજસ્વી અને ઉર્જાવાન બનાવે છે.
6. જે ઘરમાં બીલી નો છોડ હોય ત્યાં જાદુ-ટોણા કે ખરાબ નજરની અસર થતી નથી. તેની સાથે કુંડળીના(kundali dosh) ચંદ્ર દોષ હોય તે પણ દૂર થાય છે.