Site icon

નવલી નવરાત્રીના ચોથે નોરતે કરો માતા કુષ્માંડાની પૂજા-અર્ચના, લગાવો આ ભોગ..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

રવિવાર.

નવરાત્રિના 9 દિવસ દરમિયાન માતા દુર્ગાના અલગ અલગ નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવલી નવરાત્રી નું ચોથું નોરતુ છે. આજના દિવસે મા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પોતાના મરક મરક હાસ્યથી બ્રહ્માંડનું નિર્માણ કરનારા માતા કુષ્માંડા સૃષ્ટિનું આદિ સ્વરૂપ છે. કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ ન હતું, ચારે બાજુ ઘનઘોર અંધારું હતું. ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હાથોથી આ સૃષ્ટિની રચના કરી હતી.  

શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેટલી ક્ષમતા અન્ય દેવી દેવતાઓમાં નથી તે તમામ માતા કુષ્માંડામાં છે. તેઓ સૂર્યલોકમાં વાસ કરે છે. માતા કુષ્માંડા અષ્ટભૂજા ધરાવે છે. તેમના સાત હાથોમાં ક્રમશ: કમંડળ, ધનુષ, બાણ, કમળ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમા હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનારી જપમાળા છે. માન્યતા છે કે માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ રહે છે અને પરિવારને કલેહથી મુક્તિ મળે છે. 

આજે તારીખ ૧૦.૧૦.૨૦૨૧ : આજનું રાશી ભવિષ્ય. જાણો કેવો જશે આપનો આજનો દિવસ

માતા કુષ્માંડાના ઉપાસના મંત્ર

वन्दे वाञ्छित कामार्थे चन्द्रार्धकृतशेखराम्.

सिंहरूढ़ा अष्टभुजा कूष्माण्डा यशस्विनीम्॥

सुरासम्पूर्णकलशं रूधिराप्लुतमेव च. दधाना.

हस्तपद्माभ्यां कूष्माण्डा शुभदास्तु मे॥

માતા કુષ્માંડાને લગાવો આ ભોગ

પુરાણોમાં કહેવાયું છે કે માતા કુષ્માંડાને માલપુવા ખુબ ભાવે છે અને માલપુઆનો ભોગ લગાવવાથી માતા પ્રસન્ન થાય છે અને મનુષ્યને કષ્ટો અને દુ:ખોથી મુક્તિ મળે છે.

Vastu Shastra: ઘર કે વ્યાપાર માટે જમીન ખરીદતા પહેલા જાણી લો કયો પ્લોટ છે તમારા માટે ભાગ્યશાળી?
Today’s Horoscope : આજનો દિવસ:૪ માર્ચ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Bedtime: શું તમારા ઘરમાં ક્લેશ અને આર્થિક તંગી રહે છે? રાત્રે સૂતા પહેલા અનુસરો વાસ્તુની આ ૪ ટિપ્સ; સુખ-સમૃદ્ધિથી ભરાઈ જશે તિજોરી
Today’s Horoscope : આજનો દિવસ:૨ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version