News Continuous Bureau | Mumbai
Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને બંધનનું પ્રતિક છે. દર વર્ષે ભાઈઓ પોતાની બહેનો માટે ગિફ્ટ પસંદ કરતા હોય છે, પણ ઘણીવાર શું આપવું એ નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. આ વર્ષે તમે તમારી બહેનને તેમની રાશિ અનુસાર ગિફ્ટ આપી શકો છો, જેનાથી તે ખુશ પણ થશે અને શુભ ફળ પણ મળશે.
રાશિ પ્રમાણે ગિફ્ટ પસંદ કરવી કેમ ખાસ છે?
જેમ રાશિ વ્યક્તિના સ્વભાવ અને પસંદગીઓ દર્શાવે છે, તેમ રાશિ અનુસાર ગિફ્ટ પસંદ કરવાથી તે વ્યક્તિને વધુ આનંદ મળે છે. રક્ષાબંધનના પાવન તહેવાર પર આ રીતે પસંદ કરેલીગિફ્ટ બહેન માટે યાદગાર બની શકે છે.
દરેક રાશિ માટે યોગ્ય ગિફ્ટ
- મેષ (Mesh): લાલ રંગ નો ડ્રેસ અથવા સામાન
- વૃષભ (Vrushabh): ચાંદી ની જ્વેલરી
- મિથુન (Mithun): લીલા રંગનીબંગડીઓ, બેગ
- કર્ક (Kark): ચાંદી ના સિક્કા અથવા જ્વેલરી
- સિંહ (Sinh): ગોલ્ડ જ્વેલરી
- કન્યા (Kanya): લીલા રંગના કપડા, ડાયમંડ જ્વેલરી
- તુલા (Tula): ચાંદી ની જ્વેલરી
- વૃશ્ચિક (Vrushchik): લાલ રંગના કપડા અથવા જ્વેલરી
- ધનુ (Dhanu): પીળા રંગના કપડા, ગોલ્ડ જ્વેલરી
- મકર (Makar): મોબાઇલ (Mobile), ધાર્મિક ગિફ્ટ
- કુંભ (Kumbh): નીલા રંગના કપડા અથવા સામાન
- મીન (Meen): પીતળ ની વસ્તુઓ, પીળા રંગના કપડા
આ સમાચાર પણ વાંચો : Sawan Putrada Ekadashi: 5 ઓગસ્ટે મનાવાશે સાવન પુત્રદા એકાદશીવ્રત, જાણો પૂજા વિધિ અને મહત્વ
ખાસ ગિફ્ટ થી તહેવારને યાદગાર બનાવો
તમારા પ્રેમ અને લાગણીને વ્યક્ત કરવા માટે રાશિ અનુસાર પસંદ કરેલી ગિફ્ટ એક અનોખો રસ્તો છે. આ રીતે આપેલી ગિફ્ટ બહેનના દિલને સ્પર્શી જશે અને તહેવારને ખાસ બનાવશે.
(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)