ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો,
મુંબઈ, 17 એપ્રિલ 2021.
શનિવાર.
વારાણસી શહેરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાથી પર્યટકો માટે દરેક રસ્તા બંધ થઈ ગયા છે. તેમજ ગંગા આરતી પર પણ પ્રવેશ પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો નોંધાઈ રહ્યો છે. દેશના એક પછી એક રાજ્યો તેની ચપેટમાં આવતા જાય છે. હવે આ કોરોનાનો કહેર વારાણસી સુધી પણ પહોંચી ગયો છે.માટે કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે શહેરના વિવિધ મંદિરોમાં પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. બાબા વિશ્વનાથ, માં અન્નપૂર્ણા, સંકટ મોચન, અને કાળ ભૈરવ સહિત દરેક મોટા મંદિરોમાં દર્શનાર્થીઓ માટે 72 કલાક પહેલા આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. જયારે કાશી વિશ્વનાથ મંદિરના ગર્ભગૃહ અને મંગળા આરતી માટે પણ શ્રદ્ધાળુઓનો પ્રવેશ નિષેધ કરી દીધો છે .સારનાથ સહિત દરેક પુરાતાત્વિક સ્થળ પણ 15 મે સુધી બંધ કરી દેવામાં આવ્યા છે.
કુંભ મેળો સમાપ્ત કરો… હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા… જાણો તેમણે શું કર્યું??
ઉલ્લેખનીય છે કે, જ્યાં એક સમયે ગંગા ઘાટ પર શ્રદ્ધાળુઓની ભીડ જમા થઈ જતી હતી ત્યાં આજે આખો ઘાટ સુનકાર થઇ ગયો છે. ત્યાં હવે ફક્ત આયોજકો જ માં ગંગાની આરતી ઉતારે છે.