ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
23 ઓક્ટોબર 2020
કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દેશ વિદેશમાં જાણીતી રૂપાલની પલ્લીને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. કોરોના હોવાના કારણે રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય તેમજ કોઈ પણ ઉજવણી નહીં કરવામાં આવે એવી જાહેરાત તેવી જાહેરાત ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરી છે. તંત્રએ અગાઉ કરી હતી. પરંતુ વર્ષોની પરંપરા તૂટે નહીં અને ગામ લોકોની સીમિત સંખ્યામાં પલ્લી યોજાય તેવી પુરી શકયતા જોવાઇ રહી હતી.
આ પર્વનું મહત્વનું એ છે કે માતાજીને ઘી ચઢાવામાં આવે ત્યારે ગામમાં ધીની નદીઓ વહેતી હોય છે. લોકો એકજ દિવસે લાખો લીટર ઘી વહાવી દેતાં હોય છે. જેને લઈને ભૂતકાળમાં અનેક વિવાદો પણ થયા છે. પરંતુ વર્ષે કોરોનાના કારણે ઉજવણી નહીં કરવી એવો જનતાના હિતમાં નિર્ણય લેવાયો છે.
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિની ની ભવ્ય પલ્લી દર વર્ષે યોજાતી હોય છે. રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડતા હોય છે. તેઓ માતાને ઘી મા નવડાવતા હોય છે. એક અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટતા હોય છે. તો આવામાં રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળતી હોય છે. માતાજીની પાલખી આખા ગામમાં ફરે છે અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. ત્યારબાદ પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.
